)
Carrot Face Mask: શિયાળાની ઋતુ શરૂ થાય એટલે સ્કિન સંબંધિત સમસ્યાઓ પણ વધવા લાગે છે. ઠંડી હવા, ડ્રાયનેસ અને પ્રદૂષણની ખરાબ અસર સ્કિન પર ઝડપથી પડે છે. આજ કારણથી શિયાળામાં ચહેરાની રંગત પણ ફીક્કી પડી જાય છે. ચહેરાની ત્વચા ડ્રાય થઈ જાય તો તેનો ગ્લો પણ છિનવાઈ જાય છે. આ સ્થિતિમાં લોકો કેમિકલ વાળા મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવા લાગે છે પરંતુ જો તમારે ઓછા ખર્ચે સ્કીન પર ગ્લો વધારવો હોય તો આ ઘરેલુ નુસખો અજમાવી જુઓ. શિયાળામાં ત્વચા પર નેચરલ ચમક વધારવા માટે તમે ગાજરનું ફેસ માસ્ક બનાવીને લગાડી શકો છો. તેનાથી સ્કિનને અંદરથી પોષણ મળશે અને સ્કિન પર નેચરલ ગ્લો વધશે.
ગાજર પોષક તત્વોથી ભરપૂર હોય છે. ગાજરમાં વિટામિન એ અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે સ્કીનને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. જો શિયાળામાં તમે રોજ ગાજરનું ફેસ માસ્ક લગાડશો તો સ્કીન સોફ્ટ અને ગ્લોઇંગ રહેશે. આજે તમને ગાજરના ફેસ માસ્કથી થતા ફાયદા વિશે અને તેનો ઉપયોગ કરવાની રીત વિશે જણાવીએ.
ગાજરના ફેસ માસ્કથી થતા ફાયદા
શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જાય છે તેવામાં ગાજરનું ફેસ માસ્ક ચહેરા પર લગાડવું ફાયદાકારક સાબિત થાય છે. ગાજરનું ફેસ માસ્ક સ્કીનને અંદરથી ક્લીન કરે છે જેના કારણે ડીપ ક્લિનિંગ થઈ જાય છે. તેનાથી ખીલ અને ચહેરા પરના ડાઘ પણ ઓછા કરવામાં મદદ મળે છે. ગાજર ચહેરા પર લગાડવાથી નેચરલ ગ્લો વધે છે.
ગાજરનું ફેસ માસ્ક બનાવવાની 2 રીત
આ ફેસ માસ્ક બનાવવા માટે ગાજરને બાફીને સારી રીતે મેશ કરી લેવું તેમાં એક ચમચી મધ અને થોડું કાચું દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટનો ચહેરા અને ગરદન પર લગાડો. ગાજરના ફેસ માસ્કને 15 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને પછી સાદા પાણીથી ચહેરો સાફ કરી લો. આ ફેસ માસ્કથી ત્વચાને અંદરથી પોષણ મળે છે અને ડ્રાયનેસ દૂર થવા લાગે છે.
જો કોઈની સ્કિન ઓઈલી હોય તો પણ તે ગાજરનો ફેસ માસ્ક લગાડી શકે છે તેના માટે ગાજરનો રસ કાઢી તેમાં ચણાનો લોટ અને લીંબુ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. જ્યારે ફેસ માસ્ક સુકાઈ જાય તો હળવા હાથે મસાજ કરી ચહેરા પરથી માસ્ક હટાવો. આ ફેસ માસ્ક લગાડવાથી ચહેરાનું ઓઇલ કંટ્રોલ રહે છે અને સ્કીન અંદરથી સાફ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)