)
Home Remedies for Hair Fall: ખરતા વાળની સમસ્યાનો સામનો અનેક લોકો કરતા હોય છે. તેમાં પણ શિયાળાની શરૂઆત થાય એટલે વાળ ખરવાનું પ્રમાણ પણ વધી જાય છે. ઠંડી હવાના કારણે સ્કેલ્પ ડ્રાઈ થઈ જાય છે અને મોઈશ્ચર જળવાતું નથી. જેના કારણે વાળ ખરવાની તકલીફ વધી જાય છે. ઘણા લોકો વાળ ખરવાની પર સમસ્યાથી મુક્તિ મેળવવા માટે અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ પણ શરૂ કરી દેતા હોય છે. પરંતુ કેમિકલ યુક્ત પ્રોડક્ટ સાઈડ ઈફેક્ટ કરે તેવું જોખમ પણ હોય છે. તેના બદલે તમે પ્રાકૃતિક ઉપાયો અપનાવીને પણ ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકો છો. આજે તમને શિયાળામાં વાળ ખરવાના ત્રણ કારણ જણાવીએ અને એવી રીતો વિશે પણ જણાવીએ જેને અપનાવવાથી ઠંડીમાં હેરફોલ ઘટી શકે છે.
સ્કેલ્પમાં ઓછો બ્લડ ફ્લો
ઠંડીની ઋતુમાં બ્લડ વેન્સ સંકોચાઈ જાય છે જેના કારણે વાળના મૂળ સુધી ઓક્સિજન અને પોષક તત્વો ઓછા પહોંચે છે. જેના કારણે વાળના મૂળ નબળા પડી જાય છે અને વાળ ખરવાનું પ્રમાણ વધી જાય છે આ સમસ્યાનો ઉપાય છે રોજ 5 મિનિટ માથામાં માલિશ કરો. જ્યારે પણ સમય મળે ત્યારે પાંચ મિનિટ માથામાં માલિશ કરવી. આ સિવાય 30 મિનિટ માટે ઝડપથી વોક કરવી અથવા કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી જેથી આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેટ થવા લાગે. વાળને જરૂરી પોષણ મળે તે માટે ડાયટમાં અખરોટ, બીટ, પાલક જેવી વસ્તુઓનો સમાવેશ કરો.
ડ્રાઈ સ્કેલ્પ અને ડેન્ડ્રફ
ઠંડીમાં સુકી હવાના કારણે જે રીતે હાથ, પગ અને ચહેરાની સ્કિન ડ્રાઈ થઈ જાય છે તે રીતે સ્કેલ્પ પણ ડ્રાઈ થવા લાગે છે. જેમ જેમ સ્કેલ્પ ની ડ્રાઈનેસ વધે તેમ વાળ વધારે ખરે છે. આ સિવાય ડેન્ડ્રફના કારણે પણ વાળમાં ખંજવાળ આવે છે અને વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. આ સમસ્યાથી બચવા માટે જ્યારે પણ હેર વોશ કરો ત્યારે પહેલા હુંફાળા પાણીથી હેર વોશ કરો અને છેલ્લે માથામાં ઠંડુ પાણી નાખવું. શિયાળામાં વધારે પડતા ગરમ પાણીથી વાળ ધોવાનું ટાળવું. રોજ એન્ટિ ડેન્ડ્રફ ઓફ શેમ્પુનો ઉપયોગ કરવાને બદલે અઠવાડિયામાં એક કે બે વખત જ એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂ યુઝ કરવું.
વિટામીન ડી
શિયાળામાં શરીરમાં વિટામિન ડી ની ખામી થઈ જાય છે પરિણામે હેર ગ્રોથ ઓછો થઈ જાય છે અને વાળનો મૂળ પણ નબળા થવા લાગે છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે શું કરવું તે પણ જાણી લો. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત 10 મિનિટ માટે સવારના તડકામાં બેસવું. જો તમે તડકામાં બેસીને માથામાં તેલ નાખી માલિશ કરો તો પણ ચાલે. પરંતુ તડકામાં બેસવાનું રાખવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)