Fenugreek: આ રીતે કરો મેથીનું સેવન, ગરમીમાં બરફ ઓગળે એમ શરીરની ચરબી ઓગળવા લાગશે
Fenugreek For Weight Loss: જો યોગ્ય રીતે મેથી દાણા ખાવામાં આવે તો પેટ અને કમર પર વધેલી ચરબી સરળતાથી ઓછી થઈ શકે છે. આજે તમને મેથીનો સૌથી અસરકારક ઉપાય જણાવીએ.
Trending Photos
Fenugreek For Weight Loss: જીવનશૈલી અને આહારની ખરાબ આદતોના કારણે પેટ અને કમર પર ચરબી ઝડપથી જામી જાય છે. જે લોકોનું જીવન બેઠાડુ હોય તેમનું પેટ અને કમર ઝડપથી જાડા થઈ જાય છે. એટલે કે શરીરના નીચેના અંગોમાં ચરબી ઝડપથી વધવા લાગે છે. આ સમસ્યાને મેથીના દાણાથી કંટ્રોલ કરી શકાય છે.
મેથીમાં અનેક આયુર્વેદિક ગુણ હોય છે. મેથીના દાણા ફાઈબરથી ભરપુર હોય છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. તેને ખાવાથી વારંવાર થતી ફુડ ક્રેવિંગને કંટ્રોલ કરી શકાય છે. તેના કારણે કબજિયાતની તકલીફ દુર થાય છે અને પેટ ઉતરે છે.
આજે તમને પણ ઝડપથી પેટ ઓછું કરવાનું સીક્રેટ શું છે તે જણાવીએ દઈએ. મેથીના દાણાને કઈ રીતે ખાવાથી બહાર નીકળેલું પેટ અંદર જાય છે.
પેટની ચરબી ઉતારવા કઈ રીતે ખાવી મેથી ?
પેટ ઓછું કરવું હોય તો મેથીના દાણા ખાવાથી સૌથી સારી રીત છે મેથીનું પાણી પીવું. મેથીનું પાણી બેલી ફેટ ઓછું કરવામાં અસરદાર છે. તેના માટે એક ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળીને રાખી દો. બીજા દિવસે સવારે આ પાણીને થોડું ગરમ કરો અને પછી તેને પી જવું. મેથી દાણાનું આ પાણી પીવાથી પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે. તમે મેથીનું પાણી સવારે અને સાંજે બંને ટાઈમ પી શકો છો. જો તમે ઈચ્છો તો મેથીના દાણા પણ સાથે ખાઈ શકો છો. અથવા જે મેથી બચે તેને શાક કે સલાડ સાથે ખાઈ શકો છો.
મેથી સાથે આ બીજ પણ લાભકારી
- મેથીની જેમ ધાણાનું પાણી પીવું પણ ફાયદાકારક સાબિત થાય છે.
- અજમાનું પાણી પીવાથી પણ વેટ લોસ થઈ શકે છે. અજમાનું પાણી પેટની સમસ્યામાં પણ લાભ કરે છે.
- જીરું પણ રાત્રે પાણીમાં પલાળી તેને સવારે પી શકાય છે.
-ઉનાળામાં વરિયાળીનું પાણી પણ પી શકાય છે. વરિયાળીનું પાણી ઠંડક કરે છે અને સાથે જ એસિડિટી જેવી સમસ્યાથી પણ રાહત આપે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે