)
Cooking Tips for Rice: થાળીમાં ભાત ન હોય તો જમવાની મજા આવતી નથી. ઘણા ઘરમાં તો દિવસમાં 2 વાર ભાત બનતા હોય છે. ભાત નાના-મોટા સૌ કોઈને ભાવે છે. ભાતમાંથી અલગ અલગ વાનગીઓ પણ બનતી હોય છે. પણ ઘણીવાર ભાત બનાવતી વખતે ભુલ થઈ જાય તો ભાત ચીકણા અને ગળેલા થઈ જાય છે. ભાત ચીકણા થઈ જાય તો તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે. આવું ન થવા દેવું હોય અને દર વખતે એકદમ છુટા ભાત બનાવવા હોય તો શું કરવું ચાલો તમને જણાવીએ. આ ટ્રીક અજમાવશો તો ભાત એકદમ સફેદ અને એક એક દાણો છુટો રહે એવા બનશે.
છુટા ભાત બનાવવાની જોરદાર ટ્રીક
લીંબુ
ભાત ચીકણા અને ગળેલા ન રહે તે માટે ભાત માટે પાણી ઉકાળો તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવો. લીંબુનો રસ ઉમેરી દેવાથી ભાત છુટા અને એકદમ સફેદ થશે.
બ્રેડ
જો ક્યારેક ભાતમાં પાણી વધી ગયું હોય અને ભાત વધારે ભીના લાગે તો બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો. બ્રેડને ચોખા ઉપર રાખી દેવી. જેથી વધારાનું પાણી સોષાય જાય. ત્યારપછી ચોખા એકદમ છુટા થઈ જશે.
પાણીનું માપ
ચોખા કુકરમાં પકાવો તો પાણી યોગ્ય માત્રામાં મુકવું જરૂરી છે. ચોખા હોય તેના કરતાં થોડું જ વધારે પાણી મુકવું. જેથી ચોખા વધારે ગળેલા નહીં થાય.
ઘી અથવા માખણ
કુકરમાં ચોખા પકાવો ત્યારે તેમાં માખણ અથવા ઘી ઉમેરી દેવું, તેનાથી ચોખા એકદમ ખીલેલા થશે અને સ્વાદિષ્ટ પણ લાગશે.
સ્લો કુકીંગ
જો ચોખા એકદમ છુટા રહે તેવા બનાવવા હોય તો ચોખાને હંમેશા ધીમા તાપે કુક કરો. આ ટીપ્સ અપનાવીને તમે ભાત બનાવશો તો ભાતના દાણા છુટા રહેશે.
( Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)