Weight Loss: વજન ઘટાડવા માટે સૌથી સારો નાસ્તો, આ 2 વસ્તુ સવારે ખાવાથી ફટાફટ ઓગળવા લાગશે ફેટ

Best Breakfast For Weight Loss: વજન ઝડપથી ઓછું કરવું હોય તો સવારે નાસ્તામાં ફેરફાર કરો. એક્સપર્ટ અનુસાર જો સવારના નાસ્તામાં આ 2 વસ્તુ લેવામાં આવે તો વજન ઝડપથી ઓછું કરવામાં મદદ મળે છે. તો ચાલો તમને જણાવીએ સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ.
 

Weight Loss: વજન ઘટાડવા માટે સૌથી સારો નાસ્તો, આ 2 વસ્તુ સવારે ખાવાથી ફટાફટ ઓગળવા લાગશે ફેટ

Best Breakfast For Weight Loss: વધતું વજન આજના સમયની સામાન્ય સમસ્યા છે. અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, બેઠાડું જીવનશૈલી અને ખરાબ આહારના કારણે લોકોના શરીરમાં ચરબી વધવા લાગે છે. વધતું વજન ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. તેથી જ્યારે વજન વધવાની શરૂઆત થાય ત્યારથી જ સતર્ક થઈ જવું જોઈએ અને વધતા વજનથી છુટકારો મેળવી લેવો જોઈએ. જો કોઈ કારણસર તમારું વજન પણ વધી ગયું હોય અને તમારે વજન ઘટાડવું હોય તો તેના માટે સવારે નાસ્તામાં કઈ વસ્તુ લેવી તે આજે તમને જણાવીએ.

Add Zee News as a Preferred Source

વધેલું વજન ઘટાડવું મુશ્કેલ લાગે છે પરંતુ જો તમે યોગ્ય વસ્તુઓ સાથે પ્રયત્ન કરવાનું શરૂ કરો તો અસરકારક પરિણામ જોવા મળી શકે છે. આજે તમને વજન ઘટાડવાનો સરળ અને અસરદાર રસ્તો જણાવીએ. હેલ્થ એક્સપર્ટ અનુસાર જો વજન ઝડપથી ઘટાડવું હોય તો સવારના નાસ્તામાં બે વસ્તુઓ ખાવાની શરૂઆત કરી દેવી જોઈએ. જો તમે આ વસ્તુઓ ખાઈને દિવસની શરૂઆત કરશો તો વજનમાં ઝડપથી ઘટાડો નોંધાશે. 

વજન ઓછું કરવું હોય તો રોજ સવારે ખાલી પેટ એટલે કે નાસ્તામાં દહીં અને ચિયા સીડ્સ ખાવા જોઈએ. દહીં અને ચિયા સીડ્સ સૌથી બેસ્ટ નાસ્તો ગણાય છે. દહીમાં પ્રોબાયોટિક્સ હોય છે. જે આપણા પાચનતંત્ર એટલે કે ગટ હેલ્થને સુધારવામાં મદદ કરે છે. દહીં ખાવાથી પેટ ઠીક રહે છે અને શરીરનું ઈન્ફ્લામેશન ઓછું થાય છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જેના કારણે વધારે કેલેરી બર્ન કરી શકાય છે. 

દહીંની સાથે ચિયા સીડ લેવાથી પણ ફાયદો થાય છે કારણ કે ચિયા સીડ્સ ફાઇબરથી ભરપૂર હોય છે. તે પેટમાં ફૂલીને જેલી જેવી પરત બનાવે છે જેના કારણે પેટ કલાકો સુધી ભરેલું હોય તેવું લાગે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને વારંવાર ભૂખ લાગતી નથી અને તમે વારંવાર કઈ ખાતા નથી. આમ કરીને તમે કેલરી ઇન્ટેક ઘટાડો છો. 

કેવી રીતે તૈયાર કરવો હેલ્ધી નાસ્તો ?

સવાર માટે હેલ્ધી નાસ્તો તૈયાર કરવા એક વાટકી દહીં લેવું અને તેમાં એક ચમચી ચીયા સીડ પલાળી દેવા. તમે ઈચ્છો તો દહીંમાં થોડું મધ પણ મિક્સ કરી શકો છો. દહીં અને ચિયા સીડ્સને પાંચ થી દસ મિનિટ માટે સેટ થવા દો અને પછી તેને ખાઈ લો. આ રીતે તૈયાર કરેલું એક વાટકી દહીં સવારે ખાશો તો ઓછામાં ઓછી ચાર કલાક સુધી તમને ભૂખ નહીં લાગે. જેના કારણે તમે ઓવર ઈટિંગથી બચી જશો. દહીં અને ચિયા સીડ્સ શરીરને એનર્જી પણ આપશે અને એક્સ્ટ્રા ફેટ બાળવામાં મદદ કરશે. 

હેલ્થ એક્સપર્ટ અનુસાર જો તમે સતત 30 દિવસ સુધી સવારે નાસ્તામાં દહીં અને ચિયા સીડ ખાશો તો શરીરમાં ફેરફાર અનુભવ કરવા લાગશો. તેનાથી ક્રેવિંગ ઓછી થઈ જશે અને એનર્જી વધશે સાથે જ વજનમાં ઘટાડો નોંધાવા લાગશે. 

સવારે નાસ્તામાં પરોઠા તળેલી વસ્તુઓ ખાવાને બદલે જો તમે દહીં અને ચિયા સીડ ખાશો તો શરીર લાઈટ અને એક્ટિવ રહેશે. આ ફાયદાનો અનુભવ કરવો હોય તો આજથી જ નાસ્તામાં દહીં અને ચિયા સીડ ખાવાનું નક્કી કરી લો. આ નુસખો અજમાવ્યાની સાથે જ થોડા દિવસમાં તમને વજનમાં ફેરફાર દેખાવા લાગશે તે એક્સપર્ટ નું માનવું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news