ગુજરાતી ન્યૂઝLifeStyleDal Tadka Recipe: 3 પ્રકારની દાળ આ માપથી લેશો તો ઘરે પણ બનશે ઢાબામાં મળે એવી જ દાલ તડકા

Dal Tadka Recipe: 3 પ્રકારની દાળ આ માપથી લેશો તો ઘરે પણ બનશે ઢાબામાં મળે એવી જ દાલ તડકા

Dhaba Style Dal Tadka Recipe: દરેક ઘરમાં રોજ દાળ બને છે. પરંતુ ઢાબામાં મળે એવી દાલ તડકા ઘરે બનતી નથી. જો તમારે ઘરે પણ ઢાબા સ્ટાઈલ દાળ બનાવવી હોય તો તેના માટે 3 દાળ યોગ્ય માપ સાથે લેવી જરૂરી છે. આ માપ અને સામગ્રી સાથે દાળ બનાવશો તો એકદમ ઢાબા સ્ટાઈલ દાળ ઘરે બનશે.
 

Dal Tadka Recipe: 3 પ્રકારની દાળ આ માપથી લેશો તો ઘરે પણ બનશે ઢાબામાં મળે એવી જ દાલ તડકા

Dhaba Style Dal Tadka Recipe: જ્યારે પણ ઢાબામાં જમવા જવાનું થાય તો લોકો દાલ તડકા ખાસ ખાતા હોય છે. ઢાબામાં મળતી દાળને યાદ કરીને પણ મોંમાં પાણી આવી જાય. કારણ કે તે દાળનો સ્વાદ જોરદાર હોય છે. ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી દાલ બનાવવી હોય તો તેના માટે યોગ્ય માપ સાથે દાળ લેવી જરૂરી છે. 

Add Zee News as a Preferred Source

ઢાબામાં બનતી દાલ તડકામાં 3 પ્રકારની દાળનો ઉપયોગ થાય છે. જેના કારણે દાળ ઘટ્ટ બને છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. આજે તમને જણાવીએ ઢાબા સ્ટાઈલ દાલ તડકાની રેસીપી તે પણ પરફેક્ટ માપ સાથે. આ માપ સાથે દાળ લઈ આ સ્ટેપ ફોલો કરી દાળ બનાવશો તો ઘરે પણ ઢાબામાં મળે એવી જ દાળ બનશે. 

દાલ તડકા માટેની સામગ્રી

તુવર દાળ - અડધો કર
ચણાની દાળ - 4 ચમચી
મગની દાળ - 4 ચમચી
1 ઝીણી સમારેલી ડુંગળી
1 ઝીણું સમારેલું ટમેટું 
આદુ-લસણની પેસ્ટ 1 ચમચી
લાલ મરચું પાવડર 
મીઠું

હળદર
ધાણાજીરું
ગરમ મચાલો
સુકા લાલ મરચાં
હીંગ
1 તમાલપત્ર
વઘાર માટે જીરું
1 ટુકડો તજ
4 ચમચી ઘી
3 થી 4 કળી લસણ ઝીણું સમારેલું

દાલ તડકા બનાવવાની રીત

3 દાળને સારી રીતે પાણીથી ધોઈ લેવી. દાળમાં મીઠું અને હળદર ઉમેરી 4 થી 5 સીટી કરી બાફી લેવી. જ્યારે દાળ બફાઈ જાય ત્યારે એક વાસણમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં જીરું. તમાલપત્ર, તલ ઉમેરી વઘાર કરો.

ત્યારબાદ તેમાં ડુંગળી, આદુ-લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટા ઉમેરો. ટમેટા કુક થઈ જાય અને ઘી છુટું પડી જાય એટલે તેમાં લાલ મરચું, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો.

તૈયાર કરેલા મસાલામાં બાફેલી દાળ ઉમેરી ધીમા તાપે ઉકાળવા દો. 5 મિનિટ દાળ ઉકળે પછી મીઠું ચેક કરી ગેસને બંધ કરો. દાળમાં ઉપરથી પણ વઘાર કરવાનો હોય છે. તેના માટે એક વઘારીયામાં ઘી ગરમ કરી તેમાં હીંગ, ઝીણું સમારેલું લસણ અને લાલ મરચું સાંતળો અને વધારને દાળની ઉપર રેડી દો. છેલ્લે દાળમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news