)
Difference Between 5 and 7 star Hotels: જ્યારે પણ બહાર જવાનું થાય તો સ્ટે માટે હોટલ બુક કરવામાં આવે છે. હોટલ બુક કરતી વખતે તેના રેટિંગ ખાસ ધ્યાન આકર્ષે છે. લોકો હોટલ કેવી છે તેનો અંદાજ તેના રેટિંગ પરથી લગાવે છે. રેટિંગ દર્શાવે છે કે હોટલના રુમ, સર્વિસ, સ્ટાફ, સુવિધાઓ, અનુભવ બધું કેવું હશે. સામાન્ય રીતે હોટલને 1 થી 7 સ્ટાર સુધીની કેટેગરીમાં વિભાજીત કરવામાં આવે છે. 5 સ્ટાર હોટલમાં જે સુવિધાઓ મળે તેના કરતાં પણ વધારે ફેસેલીટી 7 સ્ટાર હોટલમાં મળે છે. જો કે મોટાભાગના લોકોને એ વાતની ખબર હોતી નથી કે 5 સ્ટાર હોટલમાં અને 7 સ્ટાર હોટલમાં કેવી સુવિધાઓ ફ્રીમાં મળે છે.
5 સ્ટાર હોટલ
5 સ્ટાર હોટલનો મતલબ છે કે તેમાં તમને લક્ઝરી પેકેજ મળે છે. અહીં તમારો અનુભવ યાદગાર બને છે. 5 સ્ટાર હોટલમાં ચોવીસ કલાક રિસેપ્શન અને ડોરમેન સર્વિસ, વેલેટ પાર્કિંગ, પેજ બોય સુવિધા, પર્સનલાઈઝ્ડ વેલકમ ડ્રિંક, મિની બાર ફેસેલિટી મળે છે. 5 સ્ટાર હોટલમાં લક્ઝરી રુમ સાથે સ્પા, જીમ, પુલ અને ગાર્ડન એરિયા મળે છે. 5 સ્ટાર હોટલમાં સ્ટે સાથે તમને ફ્રીમાં લોન્ડ્રી, આયરનિંગ અને શૂ પોલિશ સર્વિસ પણ મળે છે. અહીં તમને લિમોઝિન પિકઅપ જેવી સેવા પણ મળે છે. ટુંકમાં 5 સ્ટાર હોટલમાં કંફર્ટ અને લક્ઝરી બને મળે છે.
7 સ્ટાર હોટલની સુવિધાઓ
7 સ્ટાર હોટલની વાત જ અલગ હોય છે અહીં તમને અતુલનીય સર્વિસ અને એક્સક્લૂઝિવ સુવિધાઓ મળે છે. 7 સ્ટાર હોટલમાં દરેક ફ્લોરનું રિસેપ્શન અને પ્રાઈવેટ ચેક-ઈન હોય છે. અહીં દરેક સ્યૂટમાં રેન શાવર, ઝકુઝી, લક્ઝરી ઈંટીરીયર્સ હોય છે. 7 સ્ટાર હોટલમાં 24 કલાક બટલર સર્વિસ મળે છે. અહીં રોલ્સ રોયસ અને પ્રાઈવેટ લિમોઝિન ટ્રાંસપોર્ટ ઓપ્શન પણ મળે છે. 7 સ્ટાર હોટલમાં હેલીપેડ અને અંડરવોટર રેસ્ટોરન્ટ જેવી સુવિધા પણ હોય છે. અહીં ગેસ્ટ માટે સ્પેશિયલ સરપ્રાઈઝ અને એક્સક્લૂઝિવ પ્રાઈવેસી મળે છે. 7 સ્ટાર હોટલમાં રોકાવું ફક્ત સ્ટે નથી. અહીં તમને રોયલ અનુભવ મળે છે.
જો તમે ફરવા ગયા હોય ત્યાં આરામ અને સારી સર્વિસ મેળવવા માંગો છો તો 5 સ્ટાર હોટલ બેસ્ટ છે પરંતુ જો તમે રોયલ લાઈફસ્ટાઈલ સાથે થોડા દિવસ પસાર કરવા માંગો છો તો એકવાર 7 સ્ટાર હોટલમાં સ્ટે કરવો.