Skin Problem: રાત્રે આ વસ્તુઓ ખાવાથી સ્કિન ઝડપથી થઈ જાય છે ઢીલી, આ કારણે નાની ઉંમરે વૃદ્ધ દેખાવા લાગે છે લોકો
Skin Problem: ઘણા લોકોની સ્કિન સમય પહેલા જ ઢીલી પડવા લાગે છે જેના કારણે નાની વયે પણ તેઓ વૃદ્ધ જેવા દેખાય છે. આ સ્થિતિ સર્જવાનું એક કારણ ખાવાપીવાની વસ્તુઓ હોય શકે છે. એવા કેટલાક ફૂડ છે જે સ્કિનને ઝડપથી ઢીલી કરી નાખે છે.
Trending Photos
Skin Problem: લેટ નાઈટ સ્નેકિંગ એટલે કે મોડી રાત્રે ખાવાની આદત ત્વચાને નુકસાન કરી શકે છે. રાત્રે મોડે સુધી જાગતા લોકો ભુખ લાગે એટલે નમકીન, બિસ્કિટ, મેગી, પેસ્ટ્રી જેવી વસ્તુઓ ખાતા હોય છે. આ આદત તેમને સમય પહેલા વૃદ્ધ બનાવી શકે છે. નિષ્ણાંતો અનુસાર જે વ્યક્તિ રાત્રે હાઈ ગ્લાઈસેમિક ફુડ ખાઈ છે તેની ત્વચા ઝડપથી ઢીલી પડવા લાગે છે. જો લાંબા સમય સુધી યુવાન દેખાવું હોય તો આ 5 વસ્તુઓ રાત્રે ખાવાનું ટાળવું.
ત્વચાને ઢીલી કરતા ફૂડ
રાતના સમયે પિઝા, ચીપ્સ, બિસ્કિટ, ચોકલેટ, એનર્જી ડ્રિંક પીવાથી ત્વચા પર કરચલીઓ પડી જાય છે અને ત્વચા ઢીલી થઈ શકે છે. હાઈ ગ્લાઈસેમિક ફુડ ઈંસુલિનનું સ્તર વધારે છે અને કોલેજન જે સ્કિનને ટાઈટ રાખે છે તે તુટવા લાગે છે. જેના કારણે ત્વચાની ઉંમર વધવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે.
નિષ્ણાંતો અનુસાર રાત્રે જો ભુખ લાગે તો બેરીઝ, બદામ, ગાજર એવી વસ્તુઓ ખાવી જોઈએ. આ વસ્તુઓ સ્કિનને રિપેર કરવામાં મદદ કરે છે. જો તમે યોગ્ય આહાર પસંદ કરો છો તો ત્વચા સ્વસ્થ અને યુવાન રહી શકે છે.
આ અંગે થયેલી રીસર્ચમાં પણ સામે આવ્યું છે કે આહારના કારણે ત્વચા પર આવતા સોજા અને ઓક્સીડેટિવ સ્ટ્રેસ કોલેજનને નુકસાન કરે છે. જેના કારણે ત્વચા ઢીલી પડવા લાગે છે અને કરચલીઓ વધી જાય છે. તેથી જ યોગ્ય આહારની પસંદગી જરૂરી છે. ખાસ કરીને રાતના સમયે ભુખ ન લાગે તો ખાવાથી બચવું જોઈએ. અને ભુખ લાગે તો પોષણયુક્ત વસ્તુ પસંદ કરવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે