Amla Haldi Benefits: આ રીતે રોજ પીવો આમળા અને લીલી હળદરનું જ્યુસ, વેટ લોસ થશે અને સ્કિન પર આવશે ગ્લો
Amla Haldi Benefits: આમળા અને લીલી હળદરનું જ્યુસ આ રીતે બનાવી જો તમે 30 દિવસ સુધી નિયમિત પીવો છો તો તમારી સ્કિન પર ગ્લો આવશે, વાળ મજબૂત થશે અને વજનમાં પણ ઝડપથી ઘટાડો જોવા મળી શકે છે.
Trending Photos
)
Amla Haldi Benefits: વિટામીન સી અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર આમળા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળાનો ઉપયોગ કરવાથી વાળ અને સ્કીન સંબંધિત ઘણી બધી સમસ્યાથી રાહત મળે છે. જો તમે પણ આ વખતે શિયાળામાં આમળાને ડાયટમાં સામેલ કરવા માંગો છો તો તમને એક અસરકારક રીત જણાવી દઈએ. શિયાળામાં આમળા લોકો અલગ અલગ રીતે ખાતા હોય છે. પરંતુ આજે તમને આમળા ખાવાની એવી રીત જણાવીએ જેને ફોલો કરવાથી વજન ઘટાડવાથી લઈને સ્કીન સંબંધિત સમસ્યામાં ફાયદો થશે. આ રીતે આમળા લેવાથી વાળ પણ ચમકદાર બનશે અને વાળના મૂળ પણ મજબૂત થશે
શિયાળામાં ડાયટમાં આમળા સામેલ કરવા હોય તો તેનું જ્યુસ બનાવીને પીવાનું રાખવું જોઈએ. શિયાળામાં એક મહિના સુધી જો તમે આ રીતે આમળાનો રસ પીવાનું રાખશો તો વજન ઘટવા લાગશે અને ત્વચા પર ગ્લો પણ વધી જશે.
આમળાનું જ્યુસ બનાવવાની સામગ્રી
આમળા, કાચી હળદર, આદુ, લીમડાના પાન અને કાળા મરી.
આ જ્યુસ બનાવવું એકદમ ઈઝી છે. તેના માટે એક આમળુ, કાચી હળદરનો એક ટુકડો આદુનો એક ટુકડો, પાંચથી છ મીઠા લીમડાના પાન અને એક ચપટી કાળા મરી લેવા અને બધી જ વસ્તુને સાથે મિક્સરમાં પીસી લેવી. ત્યાર પછી તૈયાર કરેલી પેસ્ટને કપડામાં બાંધી તેનો રસ કાઢી લેવો. તૈયાર કરેલો રસ રોજ સવારે ખાલી પેટ પી લેવો.
ફ્રેશ આમળાનું જ્યુસ આ રીતે બનાવીને સવારે પીવાનું રાખશો તો સ્કીન પર ગ્લો દેખાવા લાગશે અને વાળ પણ મજબૂત થશે. આ રીતે આમળા પીવાથી ચહેરા પર મેજિકલ ગ્લો દેખાય છે.
આ રીતે આમળાનો રસ પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને જેના કારણે શરીરમાં જામેલું ફેટ ઝડપથી બાળવામાં મદદ મળે છે. આમળાનો રસ પીવાથી ભૂખ અને ક્રેવિંગ કંટ્રોલ કરવામાં પણ ફાયદો થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














