)
How to Use Dry Lemon: લીંબુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. લીંબુ ભોજનનો સ્વાદ વધારે છે. લીંબુનો ઉપયોગ સ્કિન કેર અને હેલ્થ કેરમાં પણ થાય છે. એટલા માટે જ ઘરના ફ્રીજમાં એક કરતાં વધારે લીંબુ હંમેશા જોવા મળે છે. ઘણીવાર ફ્રીજમાં રાખેલા લીંબુ સુકાઈ જાય છે. સુકાયેલા લીંબુનો લોકો કરચો સમજી ફેંકી દેતા હોય છે. પરંતુ સુકાયેલા લીંબુનો પણ ઉપયોગ કરવાની જોરદાર રીત છે.
સુકાયેલા લીંબુનો યુઝ કરવાની 3 રીતો તમને આજે જણાવીએ. સુકાયેલા લીંબુનો ઉપયોગ તમે સ્કિન કેર અને હેલ્થ કેરમાં કરી શકો છો. તો ચાલો ફટાફટ જાણી લો કે સુકાયેલા લીંબુને ફરીથી યુઝ કેવી રીતે કરવા.
સુકાયેલા લીંબુનો યુઝ કરવાની રીત
લીંબુનું એર ફ્રેશનર
સુકાયેલા લીંબુથી નેચરલ એર ફ્રેશનર બનાવી શકો છો. તેના માટે લીંબુના નાના ટુકડા કરી રુમના ખૂણામાં રાખી દો. લીંબુ ભલે સુકાઈ જાય પણ તેની સુગંધ બરકરાર રહે છે. ખાસ કરીને રુમમાં ભેજવાળુ વાતાવરણ હોય તો લીંબુ ભેજની વાસને દુર કરી દેશે.
ડાઘ દુર કરવામાં
સુકાયેલા લીંબુથી રસોડાની સફાઈ થઈ શકે છે. લીંબુ સિટ્રિક એસિડથી ભરપુર હોય છે તેનાથી રસોડાના ડાઘ, ધબ્બા અને ગંધ દુર થઈ જાય છે. સુકાયેલા લીંબુ અને બેકિંગ સોડાથી ક્લીનર તૈયાર કરી શકો છો. તેનાથી ગેસ સ્ટવ, સિંક, ટાઈલ્સ, નળ સારી રીતે સાફ થશે.
સ્કિન કેરમાં યુઝ
સુકાયેલા લીંબુથી સ્કિન કેર કરી શકાય છે. સુકાયેલા લીંબુનો પાવડર બનાવી સ્ટોર કરી લો. આ પાવડરને થોડી માત્રામાં મુલતાની માટીમાં મિક્સ કરી ચહેરા પર લગાડો. આ ફેસપેક નેચરલ ટેન રિમૂવર સાબિત થશે. તેનાથી એક્સ્ટ્રા ઓઈલ પણ રીમૂવ થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)