Blackheads: નાક આસપાસના બ્લેકહેડ્સ દુર કરવાની સૌથી સરળ રીત, 5 મિનિટમાં સ્કિન થઈ જાશે ક્લીન
How to Remove Blackheads: બ્લેકહેડ્સ એટલે કે નાકની આસપાસની ત્વચા પર દેખાતા કાળા રંગના કણ. આ કણ ઝીણા ઝીણા હોય છે પણ તેની સંખ્યા વધારે હોવાથી ત્વચા ખરાબ દેખાય છે. આ કણને દુર કરવાનો સૌથી અસરકારક ઉપાય તમને જણાવીએ.
Trending Photos
How to Remove Blackheads: બ્લેકહેડ્સ એક સામાન્ય સ્કિન પ્રોબ્લેમ છે. જેમાં નાકની આસપાસ કાળા રંગના કણ જામી જાય છે જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે. યુવતીઓ બ્લેડહેડ્સ દુર કરવા માટે પાર્લરમાં ક્લીનઅપ કરાવતી હોય છે પરંતુ ઘરેલુ ઉપાય કરીને પણ તમે આ સમસ્યાને દુર કરી શકો છો.
આજે તમને બ્લેડહેટ્સ દુર કરવાના સરળ અને અસરકારક ઉપાયો વિશે જણાવીએ. આ ઘરેલુ નુસખા અપનાવશો તો પાર્લર જવાની જરૂર નહીં પડે.
લીંબુ અને મધ
લીંબુમાં નેચરલ એસિડ હોય છે જે સ્કિનની ગંદકીને સાફ કરે છે. મધ નેચરલ એન્ટીસેપ્ટિક હોય છે. બ્લેકહેડ્સને હટાવવા માટે 1 ચમચી લીંબુનો રસ લઈ તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. તેને નાક પર લગાવી 15 મિનિટ રાખો. ત્યારબાદ હુંફાળા પાણીથી સ્કિન સાફ કરો.
બેકિંગ સોડા
બેકિંગ સોડા એક ઈફેક્ટિવ એક્સફોલિએટર છે જે ડેડ સેલ્સને હાટવવામાં મદદ કરે છે. એક ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો અને તેને નાક પર લગાડો. 10 મિનિટ પછી હળવા હાથે મસાજ કરી સ્કિન સાફ કરો.
દહીં અને હળદર
દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે હળદરના ગુણ સાથે મળી બ્લેડહેડ્સ દુર કરવામાં મદદ કરે છે. 1 ચમચી દહીંમાં 1 ચમચી હળદર મિક્સ કરો. આ પેસ્ટને નાક પર લગાડો અને 15 મિનિટ પછી ધોઈ લો.
આ વસ્તુઓ લગાડવા ઉપરાંત તમે સ્ટીમ પણ લઈ શકો છો. સ્ટીમ લેવાથી રોમછિદ્ર ખુલી જાય છે અને અંદરની ગંદગી બહાર નીકળી જાય છે. સપ્તાહમાં 2 વાર સ્ટીમ લેવાનું શરુ કરવાથી પણ બ્લેકહેડ્સની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે