Skin Care: ચહેરાની રુંવાટી દૂર કરવાના નેચરલ ઉપાય, સ્કિન થઈ જશે એકદમ સાફ, વેક્સ કરાવ્યું હોય એવું રિઝલ્ટ મળશે
Facial Hair Removal Tips: ઘણી યુવતીઓને ફેશિયલ હેર વધારે હોય છે. આ વાળને વેક્સ વિના ઘરે જ દુર કરવા હોય તો શક્ય છે. આજે તમને એક ઉપાય જણાવીએ જે ફેશિયલ હેરને દુર કરવામાં મદદ કરશે.
Trending Photos
Facial Hair Removal Tips: ચહેરા પર આવતા વાળ યુવતીઓ માટે સૌથી મોટી ચિંતાનો વિષય હોય છે. કારણ કે આ વાળના કારણે સ્કિન સ્મુધ અને રુપાળી નથી દેખાતી, ચહેરા પર વાળ હોય તો સ્કિન ડાર્ક દેખાય છે. વાળના કારણે મેકઅપ પણ સારી રીતે થતો નથી. મેકઅપનું ટેક્સચર વાળના કારણે ખરાબ લાગે છે.
વાળને દુર કરવા માટે યુવતીઓ થ્રેડિંગ, વેક્સિંગ કે લેસર ટ્રીટમેન્ટની મદદ લેતી હોય છે. પરંતુ તેમાંથી કેટલીક ટ્રીટમેન્ટ દુખાવો કરાવે છે તો કેટલીક મોંઘી હોય છે. આવી ટ્રીટમેન્ટ વારંવાર કરવાથી આડઅસર થવાની ચિંતા પણ રહે છે. તેવામાં આજે તમને એવો ઘરેલુ નુસખો જણાવીએ જેની મદદથી તમે સરળતાથી ચહેરાના વાળથી છુટકારો મેળવી શકો છો.
ચણાનો લોટ કરશે વેક્સ જેવું કામ
ચહેરા પરથી વાળ દુર કરવા હોય તો 2 ચમચી ચણાના લોટમાં 1 ચમચી ઓટ્સનો પાવડર મિક્સ કરો અને તેમાં દહીં ઉમેરી પેસ્ટ બનાવો. પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ રહેવા દો. ત્યારબાદ હળવા હાથે સ્ક્રબ કરી અને પેસ્ટને સાફ કરો. છેલ્લે ઠંડા પાણીથી સ્કિન સાફ કરો.
ખાંડ અને લીંબુ પણ છે કામના
ચહેરાના વાળ દુર કરવામાં ખાંડ અને લીંબુ પણ મદદ કરી શકે છે. તેના માટે 2 ચમચી ખાંડમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ થોડું ચીકણું થાય એટલે તેને સ્કિન પર લગાડો. 10 મિનિટ સુધી તેને સુકાવા દો ત્યારબાદ હાથને ભીના કરી સ્કિન પર મસાજ કરતા કરતાં પેસ્ટને દુર કરો.
પપૈયું અને હળદર
2 ચમચી પાકેલા પપૈયાની પેસ્ટમાં ચપટી હળદર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરાને સાફ કરો. તેનાથી ત્વચાના વાળ ધીરેધીરે ઓછા થવા લાગશે અને ત્વચાની રોનક વધી જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે