Potato: માર્કેટમાં ધડાધડ વેંચાય છે નકલી બટેટા, ખરીદી વખતે આ રીતે ચેક કરીને લેજો બટેટા

Potato: માર્કેટમાં નકલી બટેટા ધડાધડ વેંચાય છે. આ બટેટાને જોઈને તમને ખબર પણ ન પડે તે તે નકલી છે. તેથી લોકો નકલી બટેટાને અસલી સમજી ખરીદી લે છે અને બિંદાસ તેનો ઉપયોગ કરે છે. જો કે આ નકલી બટેટા ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી જ આજે તમને જણાવી દઈએ એવી ટ્રીક વિશે જેનાથી તમે જાણી શકો છો કે બટેટા અસલી છે કે નકલી.
 

Potato: માર્કેટમાં ધડાધડ વેંચાય છે નકલી બટેટા, ખરીદી વખતે આ રીતે ચેક કરીને લેજો બટેટા

Potato: માર્કેટમાં મિલાવટી સામાન ખૂબ જ વેંચાય છે. પરંતુ વાત ખાવાપીવાની હોય તો વધારે ધ્યાન રાખવું જોઈએ. નકલી અને ભેળસેળવાળી વસ્તુઓ ખાવાથી તબિયતને ગંભીર અસર થાય છે. હાલની વાત કરીએ તો હાલ નકલી બટેટા માર્કેટમાં વેંચાવા લાગ્યા છે. નકલી બટેટામાં ખતરનાક રસાયણ ઉમેરેલા હોય છે જે તબિયત બગાડે છે. 

બટેટા એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ રોજ દરેક ઘરમાં થાય છે. સૌથી વધુ વપરાતા બટેટા માર્કેટમાં ખરીદવા માટે જાવ તો સાવધાન રહેજો. તમને સારા બટેટા કહીને કોઈ નકલી બટેટા પધરાવી શકે છે. આવું ન થાય તેવી ઈચ્છા હોય તો બટેટાની ખરીદી કરો ત્યારે આ ટીપ્સ ફોલો કરજો. તેનાથી તમે બટેટા અસલી છે કે નહીં તે જાણી શકો છો. 

કેવી રીતે ચેક કરવા બટેટા ?

1. બટેટા અસલી છે કે નકલી તમે તેની વાસ પરથી ઓળખી શકો છો. અસલી બટેટમાંથી પ્રાકૃતિક સુગંધ આવશે અને નકલી બટેટામાંથી કેમિકલની વાસ આવશે.

2. કેમિકલવાળા બટેટાને હાથમાં લેવાથી કેમિકલ હાથ પર પણ લાગી જાય છે. અસલી બટેટાથી હાથ ખરાબ થતા નથી.

3. નકલી બટેટાને પાણીમાં ડુબાડીને પણ ચેક કરી શકાય છે. અસલી બટેટા પાણીમાં ડુબી જાય છે જ્યારે નકલી બટેટા કેમિકલના કારણે પાણીમાં તરે છે. 

4. બટેટાને કાપીને ચેક કરી શકાય છે કે તે અસલી છે કે નકલી. કેમિકલવાળા બટેટા અંદર અને બહારથી અલગ અલગ દેખાય છે. એટલે કે કાપ્યા પછી બટેટાના અંદરના ભાગમાં બે રંગ દેખાશે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news