)
Tips to Keep Curd Fresh: લગભગ દરેક ઘરમાં દહીં રોજ જમાવવામાં આવે છે. આપણે ત્યાં દહીં અને દહીંમાંથી બનતી વિવિધ વસ્તુઓનો ઉપયોગ ભોજનમાં રોજ થાય છે. દહીંમાંથી રાયતા, કઢી, લસ્સી જેવી વસ્તુઓ બને છે. ઘણા લોકોને જમવાની સાથે પણ દહીં ખાવાની આદત હોય છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે દહીં એક દિવસ તો તાજું રહે છે પછી તેમાંથી ખાટી વાસ આવવા લાગે છે એટલે કે દહીં વાસી લાગે છે. આવું ન થાય તેના માટે શું કરવું આજે તમને જણાવીએ.
ફુલ ક્રીમ મિલ્ક
દહીં ઘટ્ટ અને મોળુ રહે તે માટે દૂધ સારું હોય તે જરૂરી છે. દહીંની ક્વોલિટી દૂધની ક્વોલિટી પર આધાર રાખે છે. જો તમે પાતળું દૂધ દહીં માટે યુઝ કરશો તો દહીં ખાટું જ થશે. તેથી દહીં માટે હંમેશા ફુલ ક્રીમ મિલ્કનો જ ઉપયોગ કરો. તેનાથી ઘટ્ટ અને મલાઈદાર દહીં જામશે.
દૂધનું તાપમાન
દહીં જમાવતી વખતે દૂધનું તાપમાન યોગ્ય હોય તે મહત્વનું છે. દૂધ વધારે પડતું ગરમ કે ફ્રીજમાં રાખેલું ઠંડુ ન ચાલે. દૂધ હુંફાળુ ગરમ હોય તો દહીં સારું જામે છે. ગરમ દૂધમાં મેળવણ નાખશો તો દહીં ખાટું થાશે.
ઓછું મેળવણ
ઘણીવાર લોકો એવું વિચારીને દૂધમાં મેળવણ વધારે નાખે છે કે તેનાથી દહીં ઝડપથી જામશે. પરંતુ વધારે મેળવણ ઉમેરવાથી દહીં ખાટું થાય છે. તેથી 1 લીટર દૂધ હોય તો 1 નાની ચમચી મેળવણ ઉમેરવું. મેળવણ માટે પણ મોળુ અને તાજું દહીં યુઝ કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)