ઘરના દરેક ખૂણામાં દેખાય છે ખરેલા વાળ ? તો આ ફળનો કરો ઉપયોગ, બંધ થશે વાળનું ખરવું
Hair Care Tips: આજે અમે તમારા માટે એપલ હેર પેક લાવ્યા છીએ. એપલ તમારા વાળના પીએચ લેવલને બેલેન્સ રાખે છે. સફરજનના આ હેર પેકનો ઉપયોગ કરીને તમારા વાળ ખરવાની સમસ્યા દૂર કરી શકાય છે.
Hair Care Tips: સફરજન એક ખૂબ જ આરોગ્યપ્રદ ફળ છે જે એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, સોલ્યૂબલ ફાઈબર જેવા ગુણોનો ભંડાર છે. એટલા માટે તે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. પરંતુ શું તમે જાણો છો કે સફરજન તમારા વાળને પણ ઘણો ફાયદો આપે છે. જો નહીં, તો આજે અમે તમારા માટે એપલ હેર પેક લઈને આવ્યા છીએ. એપલ તમારા વાળના પીએચ સ્તરને સંતુલિત રાખે છે. સફરજનના હેર પેકનો ઉપયોગ કરીને તમારા વાળ ખરવાની સમસ્યા દૂર કરી શકાય છે. એટલું જ નહીં, તે તમારા વાળના ગ્રોથને પણ વધારે છે, તો ચાલો જાણીએ એપલ હેર પેક કેવી રીતે બનાવવું.
આ પણ વાંચો:
માસિકની તારીખ દવા લીધા વિના આગળ વધારવી હોય તો કામ લાગશે આ દેશી નુસખા
ઉનાળામાં તબિયત રાખવી હોય સારી તો આ 5 વસ્તુઓ ખાવાની ભુલ ન કરતાં
ગુજરાતની કેસર સહિત ભારતના આ 6 રાજ્યોની કેરી પણ છે વિશ્વપ્રસિદ્ધ, સ્વાદ હોય છે લાજવાબ
એપલ હેર પેક બનાવવા માટે જરૂરી સામગ્રી
એક સફરજન
એક ઈંડાની જરદી
1 મોટી ચમચી મેયોનીઝ
એપલ હેર પેક કેવી રીતે બનાવશો?
એપલ હેર પેક બનાવવા માટે સૌથી પહેલા સફરજન લો.
સફરજનને છોલીને તેના બીજ કાઢી લો.
સફરજનને બ્લેન્ડરમાં મૂકો અને તેને સારી રીતે બ્લેન્ડ કરો.
આ પછી તમે સફરજનની પ્યુરીમાં એક ઇંડા જરદી અને 1 ચમચી મેયોનેઝ મૂકો.
આ પછી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
હવે તમારું એપલ હેર પેક તૈયાર છે.
એપલ હેર પેક કેવી રીતે અજમાવશો?
સફરજનના હેર પેકને તમારા વાળની જડો અને ટીપ્સ પર લગાવો. ત્યારબાદ તૈયાર હેર પેકને તમારા વાળ પર લગભગ 30 મિનિટ સુધી રહેવા દો. આ પછી તમે હળવા શેમ્પૂ અને કન્ડિશનની મદદથી વાળ ધોઈ લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)