)
Never Keep These Food in Fridge Door: ફ્રીજનો ઉપયોગ દરેક ઘરમાં 24 કલાક થાય છે. ખાવા પીવાની કેટલીક વસ્તુઓ તો શિયાળામાં પણ ફ્રિજમાં જ રાખવામાં આવે છે. ફ્રીજમાં રાખવાથી વસ્તુઓ ખરાબ થતી નથી. પરંતુ ઘણા લોકો તો ફ્રીજને સ્ટોરેજની જેમ યુઝ કરે છે અને જે પણ વસ્તુ હાથમાં આવે તે ફ્રીજમાં રાખી દેતા હોય છે. એટલું જ નહીં ફ્રિજમાં જ્યાં પણ જગ્યા જોવા મળે ત્યાં વસ્તુ રાખી દેવામાં આવે છે. જે સૌથી મોટી ભૂલ છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે ફ્રીજમાં દરેક વસ્તુ રાખવા માટે અલગ જગ્યા હોય છે. જેમકે ફ્રિજનો દરવાજો.
મોટાભાગે ફ્રિજમાં દૂધ, દહીં, શાકભાજી, ફળ અને ખાવા પીવાની વધેલી વસ્તુઓ રાખવામાં આવે છે. પરંતુ આવી વસ્તુમાંથી કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ફ્રીજના દરવાજામાં રાખવાથી તે ખરાબ થઈ જાય છે. ત્યાર પછી તેનો ઉપયોગ કરવાથી તે શરીર પર ખરાબ અસર કરે છે.ફ્રીજના દરવાજામાં પણ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવેલી હોય છે પરંતુ આ જગ્યાએ કેટલીક ખાસ વસ્તુઓ જ રાખવી જોઈએ. ફ્રિજના દરવાજામાં દરેક વસ્તુ મૂકી શકાતી નથી. ખાવા પીવાની કેટલીક વસ્તુઓ તો એવી છે જેને તમે ફ્રીજના દરવાજામાં રાખો તો તે ખાવા લાયક પણ રહેતી નથી. તો ચાલો તમને જણાવીએ ફ્રિજના દરવાજામાં કઈ વસ્તુઓ ન રાખવી.
ફ્રુટ જ્યુસ
ફ્રુટના જ્યુસની વાત કરીએ તો તે ખૂબ જ સેન્સીટીવ હોય છે. જો તેના ટેમ્પરેચરમાં ઉતાર-ચઢાવ થાય તો તેમાં ફર્મેન્ટેશન થઈ શકે છે. ફર્મેન્ટ થયેલા જ્યુસ શરીર માટે ઝેર સમાન સાબિત થાય છે. ફ્રીજ જ્યારે ખુલે છે અને બંધ થાય છે તો ડોરમાં રાખેલી વસ્તુઓના ટેમ્પરેચરમાં ફેરફાર થાય જ છે. તેથી ફ્રુટના જ્યુસ ડોરમાં રાખવાથી ખરાબ થઈ જાય છે. જ્યુસને હંમેશા ફ્રીજની અંદર જ રાખવા જોઈએ.
કેળા
જો તમે કેળા ફ્રિજમાં સ્ટોર કરતા હોય તો તેને પણ ક્યારેય ડોરમાં રાખો. જ્યારે પણ ફ્રિજ ખુલે છે અને બંધ થાય છે તો ડોરમાં તાપમાનમાં ફેરફાર થઈ જાય છે. જો આ જગ્યાએ કેળા રાખશો તો તેની સ્કીન કાળી પડી જશે અને સ્વાદ પણ બગડી જશે.
દહીં
કેળાની જેમ દહીં પણ ફ્રિજમાં રાખવું જોઈએ. ફ્રિજના ડોરમાં દહીં રાખવાથી તેનું ટેમ્પરેચર બદલી જાય છે જેના કારણે દહીં ખાટું પણ થઈ શકે છે.
દૂધ
દૂધને ખરાબ થતા બચાવવા અને ફ્રેશ રાખવા માટે ફ્રિજની અંદર જ રાખવું જોઈએ. દૂધના પેકેટ ફ્રીજના ડોરમાં રાખવાથી જ્યારે ફ્રિજ ખુલે છે ત્યારે દૂધ ગરમ હવાના સંપર્કમાં આવે છે અને ફ્રીજ બંધ થાય ત્યારે દૂધ ઠંડુ થઈ જાય છે. આ રીતે દૂધ ઝડપથી ખરાબ થઈ જાય છે.
બટર
મોટાભાગના લોકો બટર ફ્રીજના ડોરમાં જ રાખતા હોય છે પરંતુ આવી ભૂલ કરવી નહીં. સતત બદલતા તાપમાનની અસર બટનને પણ થાય છે. તેના કારણે બટરની ફ્રેશનેસ અને ટેક્સચર બદલી જાય છે. તેથી બટર અને ચીઝ જેવી વસ્તુને ફ્રીજની અંદર ઉપરના ખાનામાં જ રાખવી જોઈએ જેથી તે ઠંડી રહે અને લાંબો સમય સારી રહે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)