Hair Colouring: શું તમે પણ દર મહિને વાળને કલર કરો છો? તો થઈ શકે છે આ ભારે નુકસાન, ખાસ જાણો
Hair Colouring Side Effects: વાળને કલર કરવાથી તમે સ્ટાઈલિશ બની શકો છો પરંતુ તેની આડઅસર પણ થતી હોય છે. વાળને કલર કરવાથી તમારા શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.
Trending Photos
આજકાલ વાળ કલર કરાવવાની વાત સામાન્ય છે. અનેક લોકો પોતાના સફેદવાળને છૂપાવવા માટે કે પછી નવો લૂક મેળવવા માટે વાળને કલર કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર વાળ કલર કરાવવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. જાણો કઈ રીતે?
વાળને નુકસાન
દર મહિને વાળને કલર કરાવવાથી તમારા વાળ નબળા અને રૂક્ષ થઈ શકે છે. કલરમાં રહેલા કેમિકલ તમારા વાળનો કુદરતી ભેજ શોષી લે છે. જેનાથી વાળ તૂટવા અને ખરવા લાગે છે. સતત કલર કરવાથી વાળની ચમક પણ ઓછી થઈ જાય છે.
ત્વચામાં એલર્જી
વાળનો કલર કરનારા ઉત્પાદનોમાં અનેક પ્રકારના કેમિકલ હોય છે. આ કેમિકલ તમારી ત્વચામાં એલર્જી પેદા કરી શકે છે. તમને ખંજવાળ, બળતરા કે પછી લાલ ચકામા થઈ શકે છે. કેટલાક લોકોને શ્વાસમાં તકલીફ થઈ શકે છે.
આંખોમાં બળતરા
કલર કરતી વખતે જો તમારી આંખોમાં થોડું પણ કેમિકલ જતું રહે તો તે ખુબ જોખમી બની શકે છે. તેનાથી આંખોમાં બળતરા, પાણી આવવું કે પછી જોવામાં પરેશાની થઈ શકે છે.
કેન્સરનું જોખમ
કેટલાક રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે વાળને કલર કરતા ઉત્પાદનોમાં કેટલાક એવા કેમિકલ્સ પણ હોય છે જેનાથી કેન્સરનું જોખમ રહી શકે છે. જો કે હજુ તેના પર વધુ રિસર્ચની જરૂર છે. પરંતુ સાવધાની વર્તવી સારી વાત છે.
અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ
સતત વાળને કલર કરવાથી કેટલાક લોકોમાં હોર્મોનલ ફેરફાર પણ મહેસૂસ થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક લોકોને માથાનો દુ:ખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
શું કરવું?
- સારી ક્વોલિટીના કલરની પસંદગી કરો.
- કલર કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો.
- દર મહિને કલર કરવાથી બચો.
- કલર કર્યા બાદ વાળની સારી રીતે દેખભાળ કરો.
- જો તમને કોઈ પણ પરેશાની થઈ રહી હોય તો તરત ડોક્ટરની સલાહ લો.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે