નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેરે ભારતમાં તબાહી મચાવી દીધી છે. રોજ લાખો લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત થઈ રહ્યાં છે. એટલું જ નહીં અસંખ્ય લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આ સ્થિતિમાં દરેક લોકો ઈમ્યુનિટી વધારવાની વાત કરી રહ્યાં છે. એવામાં ઘણાં લોકો ઘરે બેઠાં બેઠાં ઉકાળા પીધે રાખતા હોય છે. જોકે, એ ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. વધુ પડતા ઉકાળાના સેવનથી તમારા લિવરને નુકસાન થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની પહેલી લહેર વખતે સ્થિતિ અલગ હતી. તે સમયે કોરોનાની રસી નહોંતી તેને કારણે લોકો કોઈપણ નુસખા અજમાવતા રહેતાં હતાં. હવે કોરોનાની રસી આવી ગઈ છે. અને સરકાર દ્વારા પણ ટીકાકરણનું અભિયાન પુર જોશથી ચલાવવામાં આવી રહ્યું છે. તેમ છતા પણ સજાગ થયેલા લોકો મહામારીને પોતાનાથી સો ફૂટ દૂર રાખવા માટે ઈમ્યુનિટી બુસ્ટર દવાઓ અને ઉકાળાનો મારો ચલાવી રહ્યા છે. પરંતુ આપણી સંસ્કૃતિમાં એક કહેવત લોકપ્રચલિત છે કે, ‘અતિ સર્વત્ર વર્જયેત્’. જો તમે વધુ પડતા ઉકાળા પીવો છો તો આજે જ સાવધાન થઈ જજો. નહીં તો મોટુ નુકસાન થઈ શકે છે.


એક કેસ સ્ટડીમાં ચોંકાવનારી વાત સામે આવી છે. કોરોનાનાં ડરમાં વધુ પડતા ઉકાળા પીવાના કારણે લિવરને નુકસાન પહોંચે છે. દેશનાં પાંચ મોટા સર્જન પૈકીના ત્રણે જણાવ્યું છે કે, ગત વર્ષે એવા ઘણાં કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં 40 ટકા દર્દીઓનું લિવર પૂરી રીતે ખરાબ થઈ ગયુ હોય. ઘણીવાર લીવરને એટલુ બધુ નુકસાન પહોંચે છે કે મામલો લિવર ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી જાય છે. કેટલાક કિસ્સામાં તો દર્દીનું મૃત્યુ નીપજે છે.


આયુષ મંત્રાલય શું કહે છે?
આયુષ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર અત્યાર સુધી દેશમાં એવા ઢગલાંબંધ કેસ સામે આવી ચૂક્યાં છે. જેમાં હર્બલ પ્રોડક્ટ્સનું સેવન કરવાથી આડઅસર થઈ હોય. આ તમામ કેસ ફૉર્માકોવિજિલન્સ પ્રોગ્રામ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. ભારતમાં હર્બલ ઉત્પાદનની 30 હજારથી વધુ બ્રાન્ડ છે. પરંતુ ઔદ્યોગિક આંકડાઓની અછત, સરકારી માન્યતા પ્રાપ્ત ન હોવાના અને ઉત્પાદન અંગે વધુ સ્પષ્ટીકરણ ન હોવાના કારણે તેના સેવનથી લોકોને નુકસાન થઈ રહ્યુ છે. આ ઉપરાંત આયુષ્યને લગતી હર્બલ દવાઓ માટે રાજ્યોમાં લાગુ કરવામાં આવેલા નિયમોમાં સમાનતા ન હોવાના કારણે પણ ઘણા કિસ્સાઓમાં આડઅસર જોવા મળે છે.


સોશલ મીડિયાનું અનુકરણ વધારશે જોખમઃ
સંક્રમણથી બચવા માટે ઈમ્યુનિટી વધારવાની જરૂર છે. આ માટેના દિશા-નિર્દેશ આયુષ મંત્રાલય તરફથી જારી કરવામાં આવ્યા છે. પરંતુ કોઈ ચિકિત્સકની સલાહ લીધા વગર ઘરે બેઠા સોશિયલ મીડિયા અથવા સંબંધીઓના કહેવા પર હર્બલ પ્રોડક્ટ પર ભરોસો કરવો ભૂલભર્યુ છે. લોકોને આ માટે જાગૃત થવાની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube