Sugarcane Juice: ડાયાબિટીસ હોય તો શેરડીનો રસ પી શકાય? ખાસ જાણવા જેવી માહિતી
Healthcare Tips For Diabetes Patients: ઉનાળો શરૂ થતા જ શેરડીના જ્યૂસ ધડાધડ વેચાવાનો શરૂ થઈ જાય છે. લોકો શેરડીનો જ્યૂસ પીવાનું ખુબ પસંદ કરે છે. પરંતુ સવાલ રહે છે કે શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો જ્યૂસ પી શકે કે નહીં.
Trending Photos
ગરમીના આગમન સાથે જ બજારમાં શેરડીનો રસ વેચાવવા લાગે છે. મોટાભાગે લોકો ગરમીમાં રાહત મેળવવા માટે તે પીવાનું પસંદ કરે છે. શેરડીનો રસ સૌથી વધુ ગરમીમાં લૂ અને ગરમીના પ્રકોપથી બચવા માટે પીવાય છે. આ જ્યૂસ રિફ્રેશીંગ અને સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે અનેક પોષક તત્વો અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે.
જો કે ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો જ્યૂસ પીવા અંગે હંમેશા અસમંજસમાં જોવા મળે છે. તેમણે શેરડીનો રસ પીવાય કે નહીં. કારણ કે શેરડીનો રસ ગળ્યો હોય છે. ડોક્ટરોનું માનીએ તો શેરડીનો જ્યૂસ ખુબ ગળ્યો હોય છે. જેમાં શુગરનું પ્રમાણ પર ઘણું વધુ હોય છે.
હેલ્થ લાઈન ડોટ કોમના જણાવ્યાં મુજબ શેરડીનો જ્યૂસ પણ અન્ય તમામ શુગરી ડ્રિંકની જેમ ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શેરડીનો જ્યૂસ પીવાથી બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ રહે છે. એક્સપર્ટ્સ અને અન્ય અનેક લેબ ટેસ્ટ બાદ ડોક્ટર્સ ડાયાબિટીસમાં શેરડીનો જ્યૂસ પીવાની સલાહ બિલકુલ આપતા નથી. શેરડીના જ્યૂસનું સેવન કરવાથી પોલીફેનોલ એન્ટીઓક્સિડેન્ટ રિલીઝ થાય છે. જે પેનક્રિયાઝને વધુ ઈન્સ્યુલિન પ્રોડ્યુસ કરવા માટે મજબૂર કરી શકે છે.
શેરડીનો જ્યૂસ પીવાની જગ્યાએ તમે કોઈ પણ ફ્રેશ ફ્રૂટ જ્યૂસ, શુગર ફ્રી ચા અને કોફીનું સેવન કરી શકો છો. જો કે ડોક્ટરની સલાહ લીધા બાદ જ આ વસ્તુઓનું સેવ કરવું હિતાવહ છે.
Disclaimer: પ્રિય વાંચકો આ લેખ ફક્ત સામાન્ય જાણકારી અને સલાહ આપે છે. કોઈ પણ પ્રકારે તે તબીબી મત કે વિકલ્પ નથી. આથી વધુ જાણકારી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો. ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે