Healthcare Tips: ખાલી પેટે આ વસ્તુઓનું કરો સેવન, ધડામ થઈ શકે છે તમારું 300 પાર પહોંચેલું શુગર 

ડાયાબિટીસ એક ખતરનાક સમસ્યા છે. જેને ઠીક કરી શકાતી નથી. પરંતુ તેને કંટ્રોલ કરી શકાય છે. તમે કેટલીક વસ્તુઓનું  સેવન કરીને તેને કંટ્રોલ કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે તમે કઈ વસ્તુઓનું સેવન કરીને શુગરને કંટ્રોલ કરી શકો છો. 

Healthcare Tips: ખાલી પેટે આ વસ્તુઓનું કરો સેવન, ધડામ થઈ શકે છે તમારું 300 પાર પહોંચેલું શુગર 

શુગર એક એવી સમસ્યા છે જે એકવાર આવી જાય તો તમારે આખી ઉંમર ચરી પાળવી પડતી હોય છે. શુગરને કંટ્રોલ રાખવા માટે આપણે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. કેટલીક વસ્તુઓના સેવનથી તમે 300 પાર પહોંચેલું બ્લડ શુગર પણ કંટ્રોલ કરી શકો છો. જાણો તે કઈ વસ્તુઓ છે. 

ફણગાવેલી મેથી
ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા લોકોએ સવારે ખાલી પેટે ફણગાવેલી મેથીનું સેવન કરવું જોઈએ. કારણ કે આ મેથી ખાવાથી તમને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. તેમાં મળી આવતા ફાઈબર બ્લડ શુગર લેવલને સામાન્ય જાળવી રાખવા માટે મદદગાર સાબિત થાય છે. આથી તમારે ખાલી પેટે ફણગાવેલી મેથીનું સેવન કરવું જોઈએ. 

Add Zee News as a Preferred Source

હળદરનું પાણી
શુગરની બીમારી હવે તો મોટા પાયે જોવા મળે છે. આવામાં જો તમે શુગર કંટ્રોલ કરવા માંગતા હોવ તો તમારે સવારે ખાલી પેટે હળદરના પાણીનું સેવન કરવું જોઈએ. હળદરમાં મળી આવતા તત્વો બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ સાથે જ શરીરમાં સોજામાં પણ રાહત અપાવવામાં મદદ કરી શકે છે. 

તજનું પાણી
જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો તમારું શુગર લેવલ કંટ્રોલમાં ન રહેતું હોય તો તમે તજના પાણીનું પણ સેવન કરી શકો છો. નિયમિત સેવન કરવાથી તમને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. 

પલાળેલા અંજીર
ડાયાબિટીસની સમસ્યાવાળા લોકોએ ખાલી પેટે પલાળેલા અંજીર ખાસ ખાવા જોઈએ. તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં મળી આવતો પ્રોટીન ફાઈબર, મેગ્નેશિયમ, અને એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વો તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news