Heart Attack: ફક્ત 5 મિનિટ પહેલા જોવા મળે છે હાર્ટ એટેકના આ 4 લક્ષણ! ઓળખી લો
Heart Attack: છેલ્લા કેટલાક સમયમાં દિલ સંબંધિત બીમારીઓના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. જેમાંથી એક છે હાર્ટ એટેકની સમસ્યા. આવામાં તેના વિશે સતર્ક થવાની જરૂર છે. હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર કેટલાક સંકેત આપે છે જેના પર આપણે સમયસર ધ્યાન આપવું જોઈએ.
Trending Photos
Heart Attack Symptoms: ખોટી ખાણીપીણી અને ખરાબ લાઈફસ્ટાઈલ અનેક મોટી પરેશાનીઓનું કારણ બની રહ્યા છે. આવામાં હાર્ટ સંબંધિત બીમારીઓના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. હાર્ટએટેક આવતા પહેલા આપણું શરીર કેટલાક સંકેત આપવા લાગે છે. જેને સમયસર ઓળખવા ખુબ જરૂરી છે. ડોક્ટર્સનું માનીએ તો જો યોગ્ય સમય પર હાર્ટ એટેકના લક્ષણો ઓળખવામાં આવે તો મોતના જોખમથી બચી શકાય છે.
છાતીમાં દુખાવો
છાતીમાં દુખાવો, જકડાવું, દબાણ, બળતરા અને ભારેપણું મહેસૂસ થાય તો હાર્ટ એટેકના તે સૌથી સામાન્ય લક્ષણો છે. આ સાથે શ્વાસ લેવામાં મુશ્કેલી આવવી પણ હાર્ટ એટેકનો ઈશારો હોઈ શકે છે. આવામાં જરાય વિલંબ કર્યા વગર તરત ડોક્ટર પાસે જાઓ.
અચાનક પરસેવો આવવો
ડોક્ટર્સ જણાવે છે કે જો તમને કોઈ પણ કારણ વગર અચાનક ઠંડો પરસેવો આવે તો સમજી લેવું કે આ ખતરાની ઘંટીનો સંકેત છે. આ સાથે જ જડબું, પીઠ, ગળું, અને બાજુઓમાં દુખાવો પણ હાર્ટ એટેકના કારણ હોઈ શકે છે.
ઉલ્ટી જેવું થવું
હાર્ટ એટેક દરમિયાન તમને ઉલ્ટી જેવું કે જીવ ડહોળાવવા જેવી સમસ્યા થઈ શકે છે. આ સમય દરમિયાન તમને ગેસ કે એસિડિટી જેવું અહેસાસ થાય છે. તમને ગભરામણ કે પછી બેચેનીનો અનુભવ થઈ શકે છે.
માથું ઘૂમવું
હાર્ટ એટેક સમયે તમને નબળાઈનો અહેસાસ થાય છે. તમને એવું મહેસૂસ થઈ શકે છે કે જાણે તમે બહોશ થવાના છો. આ દરમિયાન તમને નબળાઈના કારણે માથું ઘૂમવા જેવું કે ચક્કર આવવા જેવું મહેસૂસ થઈ શકે છે. આવામાં આ બધા લક્ષણ જોવા મળે તો જરાય વિલંબ કર્યા વગર ડોક્ટર પાસે જાઓ.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે