)
Skin Burning Home Remedies: ભોજનને ચટપટું અને તમતમતું બનાવવા માટે લીલા મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. લીલા મરચા ઉમેરવાથી વાનગીનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. લીલા મરચામાં કેપ્સાઈસીન નામનું તત્વ હોય છે જે તીખાશ વધારે છે. લીલા મરચામાં પોષક તત્વો પણ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક વણાય છે. ઘણા લોકોને ભોજનની સાથે મરચા ખાવાની પણ આદત હોય છે. મરચા લોકો શોખથી ખાય છે પરંતુ મરચા સુધારતી વખતે હાથમાં તીવ્ર બળતરા પણ થાય છે. આજે તમને જણાવીએ મરચા સુધાર્યા પછી હાથમાં જે બળતરા થતી હોય તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો
ઠંડુ પાણી
લીલા મરચા કાપ્યા પછી હાથમાં બળતરા થતી હોય તો ઠંડા પાણીમાં મીઠું ઉમેરી તેમાં હાથ પલાળી રાખો. આમ કરવાથી હાથમાં થતી બળતરા ધીરે ધીરે ઓછી થવા લાગશે.
ઘી
મરચા સમાર્યા પછી હાથમાં થતી બળતરાને દૂર કરવા માટે ઘીનો ઉપયોગ પણ કરી શકાય છે. મરચાં કાપતા પહેલા હાથમાં થોડું ઘી લગાડી લેવું તેનાથી હાથમાં બળતરા નહીં થાય.
એલોવેરા જેલ
મરચા સુધાર્યા પછી હાથમાં બળતરા થતી હોય તો હાથને સારી રીતે સાબુથી સાફ કરી પછી હાથમાં એલોવેરા જેલ લગાડી લેવું તેનાથી બળતરામાં આરામ મળી શકે છે.
મધ
મરચાં સુધારતા પહેલા હાથમાં સારી રીતે મધ લગાડી લેવાથી પણ મરચાના કારણે થતી બળતરા થી આરામ મળી શકે છે. મધનો ઉપયોગ કરવો એક અસરકારક નુસખો છે.
લીંબુ
જ્યારે પણ તમે મરચા સુધારો ત્યાર પછી લીંબુ લગાડીને હાથ સાફ કરવા તેનાથી મરચાના કારણે થતી બળતરાથી તુરંત છુટકારો મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)