)
Home Remedy For Silky Hair: ઘણી યુવતીઓની ફરિયાદ હોય છે કે શેમ્પૂ કર્યા પછી વાળ ડ્રાય અને ફ્રીઝી થઈ જાય છે. જે દિવસે વાળ ધોયા હોય તે દિવસે વાળ ખુલ્લા અને રુક્ષ દેખાય છે. વાળમાં સોફ્ટનેસ અને સિલ્કી શાઈન દેખાય તે માટે કન્ડિશનરનો યુઝ પણ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં વાળ જોઈએ તેવા સિલ્કી ન થતા હોય તો આ ઘરેલુ નુસખો ટ્રાય કરો.
જો તમે વાળને સિલ્કી સોફ્ટ બનાવવા માંગો છો તો ઘરમાં રહેલી 5 વસ્તુઓ ઉપયોગી સાબિત થઈ શકે છે. શેમ્પુ કર્યા પછી આ વસ્તુઓ વાળમાં લગાડવાથી વાળ સિલ્કી થાય છે અને સોફ્ટ દેખાય છે. આ 5 વસ્તુઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
એપલ સાઇડર વિનેગર
બે કપ પાણીમાં એક કપ એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. શેમ્પુ કરેલા વાળને વિનેગરના પાણીથી એક વખત ધોઈ લેવા. આમ કરવાથી ડેન્ડ્રફ અને માથામાં આવતી ખંજવાળની સમસ્યા દૂર થશે. સાથે જ વાળ સોફ્ટ થઈ જશે અને નેચરલ સાઇન દેખાશે.
ગ્રીન ટી
ગ્રીન ટી પીવાથી જેટલા ફાયદા થાય છે એટલા જ ફાયદા વાળ પર લગાડવાથી થાય છે. તેના માટે ત્રણ કપ પાણીમાં ગ્રીન ટી બેગ ઉકાળી લેવી. ત્યાર પછી પાણીને ગાળી અને ઠંડુ કરી લેવું. વાળ શેમ્પૂ કરો પછી આ પાણીથી વાળ ધોઈ લેવા. ગ્રીન ટીના પાણીથી વાળ ધોવાથી વાળમાં શાઈન પણ દેખાય છે અને ખરતા વાળની સમસ્યા ઓછી થઈ શકે છે.
ચોખાનું પાણી
ચોખાનું પાણી વાળને મજબૂત બનાવે છે અને વાળ મજબૂત તેમજ શાઈની થાય છે. આ એક કોરિયન હેર સિક્રેટ છે. શેમ્પુ કરવાના હોય તેના 24 કલાક પહેલાં ચોખાને પાણીમાં પલાળી દેવા અને બીજા દિવસે તેનું પાણી ગાળી લેવું. શેમ્પુ કર્યા પછી ચોખાનું પાણી વાળમાં લગાડો. આ રીતે ચોખાનું પાણી વાળમાં લગાડવાથી વાળ સિલ્કી અને શાઈની બને છે.
જાસૂદના ફૂલનું પાણી
જાસુદના ત્રણથી ચાર ફૂલ લઈને એક લીટર પાણીમાં ઉકાળો. પાણી સારી રીતે ઉકળી જાય અને તેનો રંગ બદલી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. ફૂલના કારણે પાણીમાં થોડી ચીકાશ આવી જશે. શેમ્પૂ કર્યા પછી આ પાણીથી વાળ ધોઈ લેવા તેનાથી વાળ શાઈની અને સિલ્કી દેખાય છે.
બ્લેક ટી
જો તમે વાળમાં નેચરલ શાઇનની સાથે કાળો રંગ પણ જોવા માંગો છો તો શેમ્પુ કર્યા પછી બ્લેક ટી થી વાળ ધોઈ લેવા. ચા બનાવવામાં જે ચા પત્તીનો ઉપયોગ થતો હોય તેને પાણીમાં ઉકાળી તેનું પાણી અલગ કરી લેવું. શેમ્પૂ કર્યા પછી છેલ્લે આ પાણીથી વાળ ધોઈ લેવા. ચાના પાણીથી વાળ ધોવાથી વાળમાં શાઇન પણ દેખાશે અને નેચરલી ડાર્ક કલર પણ દેખાશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)