)
How to Apply Fitkari on Skin: ચહેરાની જેમ જો ગરદનની ત્વચાની સંભાળ લેવામાં ન આવે તો ગરદનની ત્વચા કાળી દેખાવા લાગે છે. ત્વચાની યોગ્ય સંભાળ રાખવામાં ન આવે તો સ્કીન એલર્જી અને ઇન્ફેક્શન પણ થઈ શકે છે કારણ કે શરીરના આ ભાગ પર પરસેવો પણ વધારે પ્રમાણમાં થતો હોય છે. અલગ અલગ કારણોને લીધે ગરદનની ત્વચા કાળી થઈ જતી હોય છે. ત્વચા પર મેલ રહેતો હોય, ધૂળના કારણે અથવા તો તડકાના કારણે પણ ગરદનની ત્વચા કાળી થઈ શકે છે. ચહેરા કરતાં ગરદનની ત્વચા જો કાળી થઈ ગઈ હોય તો તેને સાબુથી સાફ કરવી મુશ્કેલ થઈ જાય છે. ગરદનની ત્વચાને સાફ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે.
ફટકડીની મદદથી કાળી થયેલી ગરદનને સાફ કરવી સરળ છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે ફટકડીની મદદથી ગરદનનો મેલ સરળતાથી સાફ કરી શકાય છે. કારણ કે લોકોને ખબર હોતી નથી કે ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવો? આજે તમને જણાવીએ ગરદન પર કેવી રીતે ફટકડી લગાડવાથી મેલ ઝડપથી સાફ થાય છે.
ગરદનની કાળી ત્વચાને રૂપાળી બનાવવા માટે સૌથી પહેલા ગરદનને પાણીથી સાફ કરો. ત્યાર પછી ફટકડી નો એક ટુકડો લઇ પાંચ મિનિટ ગરદન પર ફટકડીથી મસાજ કરો. મસાજ કર્યા પછી નોર્મલ પાણીથી ગરદન સાફ કરી લો.
આ રીતે ફટકડી ગરદન પર અઠવાડિયામાં બે થી ત્રણ વખત લગાડવી તેનાથી કાળી ત્વચા ધીરે ધીરે નોર્મલ થવા લાગશે. જ્યારે ગરદનની ત્વચા નોર્મલ થવા લાગે તો ફટકડીનો ઉપયોગ ઓછો કરી દો. જ્યારે ગરદનની ત્વચા ચહેરાની ત્વચા જેવી જ નોર્મલ થઈ જાય તો ફટકડીનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું. કારણકે ફટકડીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી જ ફટકડીનો ઉપયોગ કરવો.
ફટકડીનો ઉપયોગ શરૂ કરો તે પહેલા પણ પેચ ટેસ્ટ કરી લેવો. એટલે કે પહેલા ફટકડી ત્વચાનાથોડા ભાગમાં લગાડો જો ત્વચા પર બળતરા થાય તો ફટકડીનો ઉપયોગ કરવાનું ટાળવું. આ સિવાય અઠવાડિયામાં બે કે વધુમાં વધુ ત્રણ વખત જ ફટકડી લગાડવી રોજ ફટકડીનો સ્કીન પર પ્રયોગ કરવો નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)