Cooking Tips: રાત્રે ચણા પલાળવાનું ભુલી જાવ તો ટ્રાય કરજો આ ટ્રીક, બસ 1 જ કલાકમાં પલળી જશે કાબુલી ચણા

Chana Cooking Tips: જો તમે છોલે બનાવવાનો પ્રોગ્રામ બનાવી લીધો હોય અને રાત્રે ચણા પલાળવાનું ભુલી જાવ તો આજ પછી ટેન્શન ન લેતા. સવારે તમે માત્ર  1 કલાકમાં ચણાને પલાળી અને બાફી શકો છો. તેના માટે ચણામાં સોડા પણ ઉમેરવો નહીં પડે. તમારે બસ આ ટ્રીક અજમાવવાની છે. 
 

Cooking Tips: રાત્રે ચણા પલાળવાનું ભુલી જાવ તો ટ્રાય કરજો આ ટ્રીક, બસ 1 જ કલાકમાં પલળી જશે કાબુલી ચણા

Chana Cooking Tips: છોલે, રાજમા જેવી વાનગી બનાવવી હોય તો તેની તૈયારી એક દિવસ અગાઉથી શરુ થઈ જાય છે. એટલે કે એક દિવસ પહેલા છોલે જેવા કઠોળને પલાળીને રાખવા પડે છે. એક રાત પાણીમાં પલાળેલા છોલે ઝડપથી બોઈલ થઈ જાય છે. પરંતુ ઘણી વખત છોલે રાત્રે પલાળવાનું ભૂલી જવાય છે. આવું ઘણા લોકો સાથે થાય છે. જો તમે પણ કોઈ દિવસ છોલે પલાળવાનું ભૂલી ગયા હોય અને બીજા દિવસે તમારે છોલેનો ઉપયોગ કરવો હોય તો તેના માટે પણ એક રસ્તો છે. ચણાની રાત્રે પલાળ્યા વિના પણ બીજા દિવસે સારી રીતે બોઇલ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. 

આજે તમને એવી ટીપ્સ જણાવીએ જેની મદદથી તમે ચણાને રાત્રે પલાળ્યા વિના પણ બીજા દિવસે સારી રીતે બોઇલ કરીને ઉપયોગમાં લઈ શકો છો. આ રીત કઈ છે ચાલો જાણીએ. 

રાત્રે પલાળ્યા વિના આ રીતે બોઈલ કરો છોલે

ચણાને સવારે બસ એક કલાક પાણીમાં પલાળી રાખશો તો પણ તમારું કામ થઈ જશે. તેના માટે બસ ત્રણ વસ્તુની જરૂર પડશે. જરૂર અનુસાર છોલે લેવા અને તેને પાણીથી બરાબર સાફ કરી લેવા. ત્યારબાદ પાણી ગરમ કરવું અને ગરમ પાણીમાં છોલે ઉમેરી ગરમ પાણી સાથે છોલેને કેસરોલમાં રાખીને ઢાંકી દો. કેસરોલમાં આ રીતે ગરમ પાણી ભરીને ચણાને બસ 1 કલાક પણ રાખશો તો તે બરાબર પલળી જશે અને ત્યાર પછી સરળતાથી બફાઈ પણ જશે. 

કાબુલી ચણા ખાવાના ફાયદા 

- કાબુલી ચણા પોષક તત્વથી ભરપૂર હોય છે તેને ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. કાબુલી ચણા પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. ડાયટમાં ચણાનો સમાવેશ કરવાથી પ્રોટીનની જરૂરિયાત પૂરી થઈ શકે છે. 

- કાબુલી ચણા ફાઇબરથી ભરપૂર હોય છે તેને ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે. 

- જે લોકોનું વજન વધારે હોય તેઓ પણ બાફેલા કાબુલી ચણા ડાયટમાં સામેલ કરી શકે છે. ચણા ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહેશે અને વારંવાર ભૂખ નહીં લાગે. 

- કાબુલી ચણા ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. કારણ કે તે શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. 

- કાબુલી ચણા હાર્ટ હેલ્થમાં પણ સુધારો કરવા મદદ કરે છે કારણ કે તે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news