)
Nail care Tips: આજકાલ યુવતીઓને લાંબા નખનો શોખ વધ્યો છે. નખ વધારી તેના પર અલગ અલગ નેલપેંટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘરમાં કામકાજ કરતી વખતે નખ ખરાબ થઈ જતા હોય છે. તો વળી રોજ નખનું ધ્યાન રાખવામાં આવતું નથી તેથી પણ નખ ખરાબ થઈ જાય છે.
નખની સફાઈ ન થતી હોય, ડાયટ હેલ્ધી ન હોય તો પણ નખ ખરબચડા અને બટકણાં થઈ જાય છે. નખમાં જોવા મળતી સૌથી સામાન્ય સમસ્યા છે પીળા નખ. જો તમારા નખ પણ પીળા પડી ગયા છે તો પીળા પડેલા નખને શાઈની અને સુંદર બનાવવા માટે તમે ઘર બેઠા આ કામ કરી શકો છો.
નખની સુંદરતા વધારવાનો ઉપાય
1. જો નખને સુંદર બનાવવા હોય તો રોજ રાત્રે સૂતા પહેલા નખ પર ઓલિવ ઓઈલ લગાડી સારી રીતે માલિશ કરો. તેનાથી નખ થોડા જ દિવસમાં સુંદર, ચમકદાર અને મજબૂત થઈ જશે.
2. નાળિયેર તેલ સ્કિન અને વાળ માટે જેટલું લાભકારી છે એટલું જ લાભકારી નખ માટે છે. નાળિયેર તેલથી પીળા પડેલા નખથી છુટકારો મળી શકે છે. રોજ સૂતા પહેલા નખ પર નાળિયેર તેલ લગાડી માલિશ કરવી જોઈએ.
3. પીળા પડેલા નખને સુંદર બનાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકાય છે. નખને પાણીથી ભીના કરી તેના પર બેકિંગ સોડા લગાડી હળવા હાથે મસાજ કરો. 5 મિનિટ પછી પાણીથી હાથ સાફ કરી મોઈશ્ચુરાઈઝર અપ્લાય કરો.
4. નખ પર પડેલા પીળા ડાઘ દુર કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. તેના માટે લીંબુનો રસ નખ પર લગાડી 10 મિનિટ રેસ્ટ કરો. ત્યારબાદ નખને સાદા પાણીથી સાફ કરો.
5. નખ બટકણાં થઈ ગયા હોય કે વારંવાર તુટી જતા હોય તો ડાયટમાં સિંગદાણા, લીલા શાકભાજી, ઈંડા, દાળ વગેરેનો સમાવેશ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)