)
Home Remedies for Yellow Teeth: તહેરાની સુંદરતામાં સૌથી વધુ નિખાર હાસ્યથી આવે છે. પરંતુ જો દાંત પીળા હોય તો હાસ્ય ફીક્કુ પડી જાય છે. આ કારણ છે કે લોકો સફેદ અને ચમકતા દાંત મેળવવા માટે અલગ-અલગ ટૂથપેસ્ટ અને મોંઘી ટ્રીટમેન્ટનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં રહેલ નમક અને લીંબુ દાંતની પીળી પરતને સાફ કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે?
જો નમક અને લીંબુનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો આ ઘરેલું નુસ્ખો દાંતને ગુમાવેલી ચમક પરત લાવી શકે છે. આવો જાણીએ તેના ઉપયોગની સાચી રીત અને તેના ફાયદા..
નમક અને લીંબુ કેમ અસરકારક છે?
નમકમાં નેચરલ ક્લીનિંગ એજન્ટ હોય છે, જે દાંતમાં જમા મેલ અને પીળી પરતને હટાવવામાં મદદ કરે છે.
લીંબુમાં રહેલ સાઇટ્રિક એસિડ દાંત પર જામેલી ગંદકી અને ડાઘને સાફ કરે છે અને દાંતને ચમકદાર બનાવે છે.
બંનેનું મિશ્રણ દાંતની સપાટીને પ્રાકૃતિક રીતે વ્હાઇટનિંગ આપે છે
નમક અને લીંબુથી દાંત સાફ કરવાની રીત
એક નાની વાટકીમાં અડધી ચમચી નમક લો.
તેમાં થોડા ટીંપા લીંબુનો રસ નાખો.
આ પેસ્ટને આંગળી કે બ્રશની મદદથી હળવા હાથે દાંત પર ઘસો
આશરે 2-3 મિનિટ સુધી મસાજ કર્યા બાદ પાણીથી સાફ કરી લો.
સપ્તાહમાં 2-3 વખત તેનો ઉપયોગ કરવાથી ધીમે-ધીમે દાંતની પીળાશ દૂર થઈ જશે.
ઉપયોગ કરવા સમયે આ સાવચેતી રાખો
લીંબુમાં એસિડ વધુ હોય છે, તેથી તેનો દરરોજ ઉપયોગ કરવાથી દાંતના ઇનેમલને નુકસાન પહોંચી શકે છે.
હંમેશા હળવા હાથે ઘસો, ભાર આપી ઘસવાથી દાંત સંવેદનશીલ થઈ શકે છે.
જો દાંતમાં પહેલાથી કોઈ સમસ્યા (કેવિટી કે પેઢામાં સોજા) છે, તો આ નુસ્ખાને અપનાવતા પહેલા ડેન્ટિસ્ટની સલાહ જરૂર લો.
આ ટિપ્સ પણ ફાયદાકારક છે
બેકિંગ સોડા અને પાણીનું પેસ્ટ બનાવીને દાંત સાફ કરવાથી પણ પીળાશ ઓછી થાય છે.
સરસવના તેલમાં મીઠું ભેળવીને માલિશ કરવાથી પણ દાંતની ચમક વધે છે.
તુલસી અને લીમડાના પાનનો ઉપયોગ કરવાથી દાંત સ્વસ્થ અને ચમકદાર રહે છે.