Handwriting: બાળકની હેન્ડ રાઈટિંગ સુધારવાની જોરદાર ટ્રીક, મોતીના દાણા જેવા અક્ષર થઈ જશે

Tips To Improve Handwriting: બાળકો માટે આ સમય વેકેશનનો હોય છે. આ સમય બાળકોના ખરાબ અક્ષર સુધારવા માટે બેસ્ટ હોય છે. આજે જાણીએ કે બાળકોની ખરાબ હેન્ડ રાઈટિંગ કેવી રીતે સુધરી શકે. આ કામમાં બાળકને પણ મજા પડશે.
 

Handwriting: બાળકની હેન્ડ રાઈટિંગ સુધારવાની જોરદાર ટ્રીક, મોતીના દાણા જેવા અક્ષર થઈ જશે

Tips To Improve Handwriting: વેકેશનમાં બાળકો મોટાભાગે મોબાઈલ ફોનમાં સમય પસાર કરે છે. આ સમયે વધારે સ્ક્રીન ટાઈમ તેમની આંખ પણ ખરાબ કરી શકે છે. સાથે જ તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે. તેથી વેકેશનમાં બાળકને એવી પ્રવૃત્તિ આપવી જોઈએ જેમાં તેને પણ મજા આવે અને સાથે જ તેને લાભ પણ થાય. 

વેકેશનનો સમય બાળકોની હેન્ડ રાઈટિંગ સુધારવા માટે બેસ્ટ છે. આ સમયે તેમના પર અભ્યાસનું પ્રેશર હોતું નથી તેથી તેઓ હેન્ડ રાઈટિંગ સુધારવા પર ફોકસ કરી શકે છે. જો બાળકની હેન્ડ રાઈટિંગ ખરાબ હોય તો આ ટીપ્સની મદદથી તમે તેમની હેન્ડ રાઈટિંગ સુધારી શકો છો. 

પેન્સિલ પકડવાની સાચી રીત

મોટાભાગે બાળકોના અક્ષર ખરાબ થતા હોય તેની પાછળ મુખ્ય કારણ પેન્સિલ પકડવાની ખોટી રીત હોય છે. આ સમયે બાળકને પાસે બેસાડી તમે શીખવાડી શકો છો કે પેન્સિલ પકડવાની સાચી રીત કઈ છે. પેન્સિલ પકડવાની રીત સુધરી જવાથી હેન્ડ રાઈટિંગમાં ઘણો ફરક પડે છે.

રોજ પ્રેક્ટિસ

બાળકોને રોજ 1 પેજ લખવાની પ્રેક્ટિસ વેકેશનમાં કરાવી શકાય છે. બાળકને ગમતા વિષય પર તેની પાસે પ્રેક્ટિસ કરાવશો તો તેને લખવું પણ ગમશે અને તેના અક્ષર પણ સુધરશે. અક્ષર સુધરે તે માટે માર્કેટમાં ખાસ બુક પણ મળે છે. પ્રેક્ટિસ માટે આ બુકનો ઉપયોગ પણ કરી શકો છો.

શબ્દો પર ફોકસ

બાળકોને કેટલાક શબ્દો લખવામાં સમસ્યા થતી હોય છે. આવા અક્ષરના કારણે હેંડ રાઈટિંગ ખરાબ દેખાય છે. તેથી બાળકને જે અક્ષર લખવામાં સમસ્યા હોય તેની પ્રેક્ટિસ કરાવો. જેથી તેનું લખાણ સ્પષ્ટ દેખાય.

સ્પેસ

ઘણા બાળકોના અક્ષર સારા હોય છે. પરંતુ શબ્દો વચ્ચે યોગ્ય સ્પેસ ન આપતા હોવાથી તેમના અક્ષર સ્પષ્ટ દેખાતા નથી. બાળકોને આ સમય દરમિયાન પુસ્તક વંચાવી અને સમજાવી શકો છો કે કયા શબ્દો વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news