Multigrain Atta: ઘઉંમાં આટલા અનાજ મિક્સ કરી ઘરે બનાવો હેલ્ધી મલ્ટીગ્રેન આટા, આ લોટની 2 રોટલીથી પણ પેટ કલાકો સુધી ભરેલું રહેશે

How To Make Multigrain Atta at Home: જો તમે ફક્ત ઘઉંના લોટની રોટલીને બદલે મલ્ટીગ્રેન એટલે કે અલગ અલગ અનાજને મિક્સ કરી બનાવેલી રોટલી ખાશો તો તેનાથી શરીરને વધારે લાભ થશે. મલ્ટીગ્રેન ફ્લોર તૈયાર લેવાની પણ જરૂર નથી. તમે ઘરમાં રહેલા ઘઉંમાં કેટલાક અનાજ મિક્સ કરી ઘરે પણ આ લોટ તૈયાર કરી શકો છો. 
 

Multigrain Atta: ઘઉંમાં આટલા અનાજ મિક્સ કરી ઘરે બનાવો હેલ્ધી મલ્ટીગ્રેન આટા, આ લોટની 2 રોટલીથી પણ પેટ કલાકો સુધી ભરેલું રહેશે

How To Make Multigrain Atta at Home: હેલ્ધી અને ફિટ રહેવા માટે એક્સરસાઇઝની સાથે ખોરાક પર પણ વિશેષ ધ્યાન આપવું પડે છે. હેલ્થ સારી રહે તે માટે લોકો રોટલી માટે મલ્ટીગ્રેન લોટ યુઝ કરે છે. પરંતુ મોટાભાગના લોકો બજારમાંથી તૈયાર લોટ ખરીદીને ખાતા હોય છે. પરંતુ આવા લોટમાં ભેળસેળ પણ થતી હોય છે જેની ખરાબ અસર હેલ્થ પર પડી શકે છે. 

Add Zee News as a Preferred Source

હેલ્થ માટે મલ્ટીગ્રેન લોટ ફાયદાકારક રહે છે. પરંતુ તેના માટે લોટ બજારમાંથી તૈયાર ખરીદવો જરૂરી નથી. તમે ઘરે પણ મલ્ટીગ્રેન લોટ તૈયાર કરી શકો છો. ઘરમાં રહેલા ઘઉંમાં કેટલાક અનાજ યોગ્ય માત્રામાં ઉમેરવાના હોય છે. ઘઉં સાથે કયા કયા અનાજ ઉમેરવા અને તેનું માપ શું હોય આજે તમને જણાવીએ. આ રીત જાણી લીધા પછી તમારે ઘર માટે રેડીમેટ મલ્ટીગ્રેન લોટ લેવાની જરૂર નહીં પડે. તમે ઘરે જ વિવિધ અનાજ મિક્સ કરી લોટ બનાવી શકશો. આજે તમને જણાવીએ ઘઉં સાથે કયા કયા અનાજને મિક્સ કરીને તમે ઘરે મલ્ટીગ્રેન લોટ તૈયાર કરી શકો છો. 

મલ્ટીગ્રેન લોટ બનાવવા માટે 3 કિલો ઘઉં, 500 ગ્રામ જુવાર, 500 ગ્રામ બાજરો, 250 ગ્રામ રાગી, 250 ગ્રામ ચણા, 250 ગ્રામ મકાઈ અને 250 ગ્રામ સોયાબીન લેવા. આ બધી જ વસ્તુને મિક્સ કરીને ઘંટીમાં દળી લો અથવા તો બહાર દળાવી લો. અહીં દર્શાવેલા અનાજને જો આ માત્ર પ્રમાણે મિક્સ કરીને તમે લોટ કરાવશો તો સૌથી હેલ્ધી અને પૌષ્ટિક લોટ તૈયાર થઈ જશે આ લોટની રોટલી ખાવાથી શરીરને સૌથી વધુ ફાયદા થશે. 

મલ્ટીગ્રેન લોટ શરીરને બધા જ જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. આ લોટમાં અલગ અલગ પ્રકારના અનાજનો ઉપયોગ થયો છે. આ લોટથી બનેલી બે રોટલી પણ ખાશો તો લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે. આ મલ્ટીગ્રેન લોટ ફાઇબરથી ભરપૂર હોય છે તે પાચનને સુધારવામાં મદદ કરશે. 

ઘરે બનાવેલા આ મલ્ટીગ્રેન લોટમાં પ્રોટીન, આયરન અને વિવિધ વિટામિન ભરપૂર માત્રામાં હશે જે ઇમ્યુનિટી બુસ્ટ કરશે. રોજ જો તમે આ રીતે બનાવેલો લોટ યુઝ કરશો તો ગણતરીના દિવસોમાં જ તમને હેલ્થમાં પણ ફાયદા દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news