Rava Puri: 2 વાટકી રવામાંથી બનશે ઢગલો પુરી, આ સ્ટેપ ફોલો કરી લોટ બાંધી પુરી તળશો તો બધી પુરી કડક અને ફુલેલી રહેશે

Rava Puri: પાણીપુરી નાના મોટા સૌ કોઈને ભાવે છે. દરેક ઘરમાં થોડા થોડા દિવસે પાણીપુરી બને છે. પાણીપુરી માટે તમે ઘરે રવામાંથી પુરી બનાવી શકો છો. રવામાંથી પાણીપુરીની પુરી કેવી રીતે બને આજે તમને જણાવીએ.
 

Rava Puri: 2 વાટકી રવામાંથી બનશે ઢગલો પુરી, આ સ્ટેપ ફોલો કરી લોટ બાંધી પુરી તળશો તો બધી પુરી કડક અને ફુલેલી રહેશે

Rava Puri: પાણીપુરી નાના મોટા સૌ કોઈને ભાવે એવી વસ્તુ છે. પાણીપુરીનું નામ આવતા જ મોં માં પાણી આવી જાય છે. ચટપટું ફુદીનાનું પાણી, ચણા બટેટાનો મસાલો, ગરમાગરમ રગડો ફુલેલી પુરીમાં ભરી ખાવાની મજા આવે છે. પાણીપુરી ઘરમાં વારંવાર બને છે. જો કે જ્યારે પણ પાણી પુરી બને લોકો પુરી બજારમાંથી તૈયાર ખરીદતા હોય છે. 

પાણી પુરીની બધી જ સામગ્રી ઘરે બને છે બસ પુરી લોકો બનાવતા નથી. તેની કારણ છે કે એવું માનવામાં આવે છે કે આ પુરી ઘરે ન બને અથવા તો ઘરે કડક અને ફુલેલી પુરી બની શકે. તો એવું જરા પણ નથી. પાણીપુરીની પુરી બનાવવામાં કોઈ ખાસ ટેકનિક વાપરવાની નથી હોતી. આ પુરી બનાવવી પણ ઈઝી છે. મુશ્કેલ એટલે લાગે છે કે પુરી બનાવવાની સાચી રીત ખબર નથી હોતી. તો આજે આ કામ પણ કરી દઈએ.

પાણીપુરીની પુરી કેવી રીતે બનાવવી આજે તમને જણાવીએ. અહીં દર્શાવેલા માપ અનુસાર વસ્તુ લઈ અને આ સ્ટેપ ફોલો કરી પુરી બનાવશો તો પુરી ફુલેલી પણ ઉતરશે અને દિવસો સુધી કડક જ રહેશે. પુરી બનાવવા માટે 250 ગ્રામ ઝીણો રવો, ગરમ પાણી અને તેલ જરૂરી છે. 

પુરી બનાવવાની રીત

પુરી બનાવવા માટે સૌથી પહેલા 250 ગ્રામ ઝીણો રવો લેવો અને તેમાં 50 ગ્રામ જેટલું હુંફાળુ તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ ગરમ પાણી ધીરેધીરે ઉમેરી લોટ બાંધો. લોટ કડક બાંધવાનો હોય છે. ત્યારબાદ 10 થી 15 મિનિટ લોટને બરાબર થાબળી અને ગુંથવાનો છે. ત્યારબાદ લોટને ભીના કપડાથી ઢાંકી 30 મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ તેમાંથી નાના નાના લુઆ બનાવી ફરીથી ઢાંકી દો.એક કઢાઈમાં તેલ ગરમ કરો અને સાથે જ રવાની નાનીનાની પુરી વણી ગરમ તેલમાં તળો. પુરી મુકો ત્યારે તેલ ગરમ હોવું જોઈએ. પછી ગેસને મધ્યમ તાપે રાખો. ત્યારપછી બધી પુરી બંને તરફ ક્રિસ્પી થાય એ રીતે તળી લેવી. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news