)
Cloth Washing Tips: ઘણા લોકો કોટનના કપડાં પહેરવાનું પસંદ કરે છે. કોટનના કપડાં પહેરવામાં આરામદાયક હોય છે અને સુંદર પણ દેખાય છે. પરંતુ કોટનના કપડાની એક સમસ્યા હોય છે કે તેમાંથી રંગ નીકળે છે. ખાસ કરીને ડાર્ક કલરના કપડા જ્યારે ધોવામાં આવે તો તેમાંથી રંગ નીકળે છે.
ઘણી વખત જો કપડાં ધોતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો રંગ એટલો બધો નીકળી જાય છે કે કપડું જૂનું હોય તેવું ઝાંખું પડી જાય. આવું તમારી સાથે ન થાય તે માટે આજે તમને જણાવીએ કપડાં ધોતી વખતે કઈ ટ્રીક અજમાવવાથી કોટનના કપડા નો રંગ પાકો થઈ જાય છે અને વારંવાર રંગ ઉતરતો નથી.
કપડાનો રંગ ન ઉતરે તે માટેની ટ્રીક
સોશિયલ મીડિયા પર અલગ અલગ ટ્રીક અને ટીપ્સ વાયરલ થતી હોય છે આવી જ એક ટ્રીક કોટન કપડાને ધોવાની લઈને વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવે છે કે કોટનના કપડા જેમાંથી રંગ જતો હોય તેને ધોવાની ખાસ રીત હોય છે. કોટનના કપડાને ધોવા માટે એક મોટા વાસણમાં પાણી ભરવું અને તેમાં ફટકડી ઉમેરવી.
ફટકડી પાણીમાં ઓગળી જાય પછી તેમાં મીઠું ઉમેરવું. હવે જે કપડાનો રંગ જતો હોય તે કપડાને આ પાણીમાં પલાળી દો. કપડાને એક થી બે કલાક સુધી પાણીમાં પલાળી રાખો. બે કલાક પછી પાણીમાંથી કપડાને કાઢી અને નોર્મલ પાણીથી કપડું સાફ કરી લો. પહેલી વખતમાં થોડો રંગ ઉતરશે પરંતુ પછી રંગ ઉતરવાનું બંધ થઈ શકશે.
કોટનના કપડાં જો કડક થઈ ગયા હોય તો તેને સોફ્ટ બનાવવા માટે એક ડોલમાં પાણી ભરી તેમાં વિનેગર ઉમેરો અને કડક કપડાને તેમાં પલાડી દો. 30 મિનિટ પછી કપડાને વિનેગરના પાણીમાંથી કાઢીને નોર્મલ પાણીથી ધોઈ લો. આમ કરવાથી કોટનના કડક કપડાં સોફ્ટ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)