Pure Ghee At Home: 7 દિવસની મલાઈમાંથી બનશે ડબ્બો ભરાય એટલું ઘી, બસ મલાઈમાં ઉમેરી દેજો આ સફેદ પાવડર

Pure Ghee At Home: ઘરે બનેલું ઘી સૌથી શુદ્ધ હોય છે. આજે તમને જણાવીએ રોજની મલાઈ એકઠી કરી ઘરે કેવી રીતે ઘી બનાવવું. જો તમે આ સ્ટેપ્સ ફોલો કરી ઘરે ઘી બનાવશો તો 7 દિવસની મલાઈમાંથી ડબ્બો ભરાય એટલું દાણેદાર ઘી બની જશે.
 

Pure Ghee At Home: 7 દિવસની મલાઈમાંથી બનશે ડબ્બો ભરાય એટલું ઘી, બસ મલાઈમાં ઉમેરી દેજો આ સફેદ પાવડર

Pure Ghee At Home: ઘી નો ઉપયોગ દરેક ઘરમાં રોજ થતો હોય છે. ઘી ભોજનનો સ્વાદ વધારે છે અને આયુર્વેદ અનુસાર ઘી સ્વાસ્થ્ય માટે પણ સારું છે. ખાસ કરીને ઘરમાં તૈયાર કરેલું ઘી સૌથી બેસ્ટ ગળાય છે. પરંતુ ઘણા લોકોના ઘરે ઘી બરાબર બનતું નથી તેથી ફરજિયાત તેમને બજારમાંથી ઘી લેવું પડે છે. બજારમાં મળતું ઘી ઘરે બનેલા ઘી કરતાં ઓછું શુદ્ધ હોય છે. વળી તેનો સ્વાદ પણ ઘરે બનેલા ઘી કરતાં અલગ પડી જાય છે. 

Add Zee News as a Preferred Source

જો તમે ઘરે જ ઘરની જરૂરિયાત પૂરતું ઘી બનાવવા માંગો છો તો મલાઈ એકઠી કરીને સરળતાથી બનાવી શકો છો. આજે તમને જણાવીએ કે સાત દિવસની મલાઈ એકઠી કરીને તમે દર અઠવાડિયે 1 કિલો જેટલું ઘી કેવી રીતે બનાવી શકો ? 

મલાઈમાંથી ઘી બનાવવાની ટ્રીક 

વધારે ઘી બનાવવા માટે સૌથી પહેલા તો રોજની મલાઈને એક એર ટાઈટ કન્ટેનરમાં એકઠી કરો. મલાઈને ફ્રિજમાં જ રાખવી. સાત દિવસ થઈ જાય એટલે મલાઈને ફ્રિજમાંથી કાઢી રૂમ ટેમ્પરેચર પર આવી જવા દો. ત્યાર પછી તેમાં મેળવણ માટે છાશ અથવા થોડું દહીં ઉમેરી દો. મલાઈને પાંચથી છ કલાક માટે રેસ્ટ આપો ત્યાર પછી તેમાં એક ચપટી બેકિંગ સોડા મિક્સ કરો અને પછી બ્લેન્ડર કે રવાઈની મદદથી મલાઈ હલાવી લો. બેકિંગ સોડા મલાઈને ઝડપથી માખણમાં બદલવામાં મદદ કરે છે. થોડી જ વારમાં તેમાંથી માખણ છૂટું પડી જશે.  

તૈયાર કરેલા માખણને બે પાણીથી સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી એક કડાઈમાં સાફ કરેલા માખણને ગરમ કરવા મુકો. માખણ ઓગળે એટલે ધીરે ધીરે હલાવતા રહો જેથી તે કઢાઈમાં નીચે ચોંટી ન જાય. ઘણા લોકો આ સ્ટેજ પર ઘીમાં ચપટી હળદર પાવડર પણ ઉમેરે છે જેથી ઘી નો કલર એકદમ પીળો આવે. જો તમે હળદર ઉમેરવા ન ઈચ્છો તો તેને સ્કીપ પણ કરી શકો છો. 

પાંચથી દસ મિનિટ મીડીયમ ફ્લેમ પર માખણને ગરમ કરશો એટલે ઘી બની જશે. ત્યાર પછી ગેસને બંધ કરી દો અને ઘી થોડું ઠંડુ થાય એટલે ગાળી અને ડબ્બામાં ભરી લો. જો તમે આ પ્રોસેસ ફોલો કરીને ઘી બનાવશો તો માર્કેટમાંથી ઘી ખરીદવાની જરૂર નહીં પડે એટલું ઘી તમારા ઘરે જ દર અઠવાડિયે બની જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news