Tanning: એકવારમાં દુર થશે તડકાના કારણે હાથ-પગ પર થયેલું ટેનિંગ, આ 5 વસ્તુથી ફટાફટ નોર્મલ થઈ જાય છે સ્કિન

Tanning Removal Tips: જેમજેમ તડકા વધશે તેમતેમ સ્કિન ટેનિંગની સમસ્યા પણ વધે છે. તડકાના કારણે હાથ-પગની ત્વચા કાળી પડી જાય છે. આ રીત કાળી થયેલી સ્કિનને ઝડપથી નોર્મલ કરવા આ 5 વસ્તુની મદદ લઈ શકાય છે. 
 

Tanning: એકવારમાં દુર થશે તડકાના કારણે હાથ-પગ પર થયેલું ટેનિંગ, આ 5 વસ્તુથી ફટાફટ નોર્મલ થઈ જાય છે સ્કિન

Tanning Removal Tips: ઉનાળા દરમિયાન તડકામાં બહાર રહેવાનું થાય તો સ્કિન ટેનિંગની સમસ્યા થઈ જાય છે. ખાસ તો હાથ અને પગના જે ભાગ પર તડકો પડે છે ત્યાં સ્કિન કાળી થઈ જાય છે અને બાકીની સ્કિન નોર્મલ હોય છે. ઉનાળામાં હાથ અને પગ પર ડબલ કલર સ્કિન જોવા મળે છે. આ રીતે થયેલા ટેનિંગને દુર કરવા માટે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. 

તડકાના કારણે થયેલા ટેનિંગને દુર કરવા માટે ઘરની જ કેટલીક વસ્તુઓ ઉપયોગી સાબિત થાય છે. આ વસ્તુઓમાં સ્કિન બ્રાઈટનિંગ ગુણ હોય છે જે કાળી પડેલી ત્વચાને ઝડપથી નોર્મલ કરે છે. આ વસ્તુ ડેડ સ્કિન સેલ્સ, મેલ અને ગંદકી દુર કરે છે. તો ચાલો તમને જણાવીએ હાથ-પગનું ટેનિંગ દુર કરવા કઈ વસ્તુઓ ઉપયોગી છે.

સ્કિન પર થયેલું ટેનિંગ દુર કરવાના ઘરેલુ ઉપાય

1. ટેનિંગ દુર કરવા માટે ચણાનો લોટ અને દહીં બેસ્ટ વિકલ્પ છે. 2 ચમચી ચણાના લોટમાં જરૂર અનુસાર દહીં ઉમેરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં હળદર પણ ઉમેરો. તૈયાર પેસ્ટને હાથ અને પગ પર લગાડો. 20 થી 25 મિનિટ રાખી પછી પાણીથી સાફ કરો.

2. ત્વચા પર મધ અને લીંબુનો રસ લગાડવાથી પણ ટેનિંગ દુર થાય છે. આ મિશ્રણ બ્લીચનું કામ કરે છે. મધ અને લીંબુનો ઉપયોગ કરવા માટે 2 ચમચી મધમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણે હાથ અને પગ પર લગાડો. 20 મિનિટ પછી સ્કિન સાફ કરી લો.

3. ત્વચા પર પપૈયાની પેસ્ટ લગાડવાથી પણ ટેનિંગ દુર થાય છે. પપૈયામાં એક્સફઓલિએટિંગ ગુણ હોય છે જે સ્કિનનું ટેક્સચર સુધારે છે. તેનાથી ડાઘ, ધબ્બા દુર થાય છે. 

4. બટેટાનો રસ પણ બ્લીચિંગ ગુણ ધરાવે છે. તેનાથી ડાર્ક સ્કિન લાઈટ થાય છે. ટેનિંગ દુર કરવા માટે બટેટાનો રસ કાઢી અને તેને સ્કિન પર લગાડો. ત્યારબાદ તેને 20 મિનિટ સુકાવા દો. છેલ્લે સ્કિનને સાફ કરો.

5. આ સૌથી સરળ નુસખો છે. ઉનાળામાં સ્કિન પર નિયમિત કાચુ દૂધ લગાડી શકાય છે. કાચું દૂધ લગાડવાથી ડેડ સ્કિન અને ડેનિંગ દુર થાય છે. રુની મદદથી રોજ કાચું દૂધ શરીર પર લગાડશો તો ટેનિંગની સમસ્યા થશે નહીં. કાચું દૂધ લગાડી 15 મિનિટ પછી સ્કિન સાફ કરવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news