)
How to Stay Happy and Positive: આજની ઝડપી જીવનશૈલીમાં જવાબદારીઓ, સ્ટ્રેસ, અપેક્ષાઓના કારણે લોકો પોતાની જાતને બંધાયેલી અને દબાયેલી અનુભવે છે. આ ભારણના કારણે ઘણા લોકોના વિચાર નેગેટિવ થઈ જાય છે. અને નકારાત્મક વિચારોના કારણે મન પણ હંમેશા દુ:ખી રહે છે. પરંતુ જો રોજની લાઈફસ્ટાઈલમાં જ કેટલીક પોઝિટિવ હેબિટ્સ અપનાવી લેવામાં આવે તો મન હંમેશા ખુશ રહે છે. તો ચાલો આજે તમને આ 7 કામ કયા છે તે જણાવીએ જે તમારા જીવનને એકદમ હેપી રાખશે.
1. થેંકફુલ રહો
રોજ દિવસની શરુઆત એવી વસ્તુઓને યાદ કરીને કરો જેના માટે તમે ઈશ્વરના આભારી છો. આ નાનકડી લાગતી આદત તમારા દિવસની શરુઆતને પોઝિટિવ બનાવશે અને તમે ખામીઓને બદલે પોતાના જીવનમાં રહેલી ખુશીઓને ધ્યાનમાં લેતા થાશો. તેનાથી નેગેટિવ વિચાર પણ દુર થઈ જશે.
2. હેલ્ધી રુટીન બનાવો
યોગ્ય સમયે જાગવું, નક્કી કરેલા સમયે સુઈ જવું, બેલેન્સ્ડ ડાયટ અને નિયમિત એક્સરસાઈઝ કરવાથી મન અને શરીર બંને એનર્જેટિક રહે છે. શરીર હેલ્ધી રહેશે તો મનમાં વિચાર પણ સારા આવશે.
3. મેડિટેશન અને પ્રાણાયામ
દિવસમાં બસ 10 થી 15 મિનિટ ઊંડા શ્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયા સાથે ધ્યાન કરો. તેનાથી સ્ટ્રેસ ઓછો થશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે. સાથે જ આત્મવિશ્વાસ વધશે અને તમને ખ્યાલ પણ આવશે કે તમે દિવસની શરુઆતથી રાત સુધી ખોટી ચિંતાઓ પાછળ દોડો છો.
4. સ્વજનો સાથે સમય
પરિવારના લોકો અને મિત્રો સાથે સમય પસાર કરવાથી મનને શાંતિ મળે છે અને લાગણી એકબીજા સાથે શેર થાય છે. આમ કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને સંબંધોમાં મીઠાશ આવે છે.
5. શોખ પુરા કરો
મોટાભાગના લોકો નેગેટિવ થઈ જાય છે કારણ કે તેઓ પોતાની જાતને મહત્વ આપવાનું બંધ કરી દેતા હોય છે. આમ કરવાનું કોઈ કહેતું નથી પરંતુ પોતે જ પોતાના શોખને છોડી દેતા હોય છે. તેનાથી વિરુદ્ધ જો તમે તમારા શોખ પુરા કરવા પર ફોકસ કરશો તો ખુશ રહેશો.
6. નેચર સાથે સમય પસાર કરો
સવારના ખુશનુમા વાતાવરણમાં વોક કરવા નીકળી જવું જોઈએ. તેનાથી મન પ્રફુલ્લિત થાય છે. કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવો સૌથી મોટી થેરાપી છે.
7. સેલ્ફ લવ
પોતાની જાત પર વધારે પડતું ભારણ ન રાખવું. ભુલ થઈ જાય તો પોતાની જાતને માફ કરતા શીખો. પોતાની જાતના વખાણ કરો. પોતાના માટે સમય કાઢો. પોતાની જાતને પ્રેમ કરો. આટલું કરવાથી તમે અનુભવશો કે તમે કેટલા ખુશ રહો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)