House Flies: વરસાદ પછી વધી જતી માખીઓને ઘરમાંથી ભગાડવાનો રામબાણ ઈલાજ, એક પણ માખી ઘરમાં નહીં દેખાય

Home Remedies to Get rid of House Flies: વરસાદ પછી માખીનો ઉપદ્રવ વધી જતો હોય છે. ઘરમાં પણ માખીના ઝુંડ દેખાવા લાગે છે. આ માખી રોગચાળો પણ ફેલાવે છે તેથી તેને ભગાડવી જરૂરી છે. તેથી આજે તમને 2 એવી રીત જણાવીએ જેની મદદથી ઘરમાંથી માખી ભગાડી શકાય છે.
 

House Flies: વરસાદ પછી વધી જતી માખીઓને ઘરમાંથી ભગાડવાનો રામબાણ ઈલાજ, એક પણ માખી ઘરમાં નહીં દેખાય

Home Remedies to Get rid of House Flies: વરસાદી વાતાવરણમાં માખીની સંખ્યા પણ વધી જતી હોય છે. ભેજવાળા વાતાવરણમાં માખી ઘરમાં ઘૂસી જાય છે અને ખાવા પીવાની વસ્તુઓ પર ફરે રાખે છે. માખી રોગચાળો પણ ફેલાવે છે. ગંદકીમાંથી આવેલી માખી ખાવા પીવાની વસ્તુઓ પર ફેલાય તો તેનાથી બીમારી વધે છે. વરસાદ થવાની સાથે જ ઘરમાં માખી, મચ્છર સહિતના જીવજંતુનો ઉપદ્રવ વધી જાય છે. આવા જીવજંતુઓને ઘરમાંથી દૂર કરવા જરૂરી હોય છે. 

વરસાદી વાતાવરણમાં ભેજ વધી જવાથી માખી સહિતના જીવજંતુઓ માટે અનુકૂળ સ્થિતિ બની જાય છે. તેથી તેની સંખ્યા પણ દિવસેના દિવસે વધવા લાગે છે. આ સ્થિતિમાં માખી સહિતના જીવજંતુને બગાડવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. જો તમે ઘરમાં ફરતા માખીના ઝુંડથી પરેશાન થઈ ગયા છો તો આજે તમને 3 એવી વસ્તુ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી માખીથી છુટકારો મેળવી શકાય છે. 

માખીથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાય 

1. ઘરમાંથી માખીના ઝુંડને ભગાડવા માટે ખાસ સ્પ્રે તૈયાર કરી લો. આ સ્પ્રે બનાવવા માટે એક કપ પાણીમાં એક લીંબુનો રસ અને બે ચમચી મીઠું મિક્સ કરો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી લો.આ સ્પ્રે ઘરની બધી જગ્યા પર છાંટી દો જ્યાં માખી વધારે દેખાતી હોય. આ સ્પ્રે છાંટ્યા પછી માખી ઘરમાં દેખાતી બંધ થઈ જશે. 

2. માખી ભગાડવા માટે તમે મીઠું અને મરીનો ઉપયોગ કરીને પણ સ્પ્રે બનાવી શકો છો. આ સ્પ્રે બનાવવા માટે એક સ્પ્રે બોટલમાં પાણી ભરો અને તેમાં મીઠું તેમજ કાળા મરીનો પાવડર મિક્સ કરી દો. આ પાણી પણ એ બધી જગ્યાએ છાંટી દો માખી વધારે ફરતી હોય. મરી અને મીઠાની તીવ્ર ગંધ માખીને દૂર રાખશે. 

3. આદુનો ઉપયોગ કરીને પણ તમે માખીથી છુટકારો મેળવી શકો છો. એક વાટકીમાં એક ચમચી આદુનો પાવડર લઈ તેમાં પાણી મિક્સ કરી સ્પ્રે બનાવી લો. થોડી થોડી કલાકે આ સ્પ્રે ઘરમાં અલગ અલગ જગ્યાએ છાંટી દો. આદુની તીવ્રગંધથી માખી ઘરમાંથી દૂર થઈ જશે. આ વસ્તુઓને તમે પોતા કરવાના પાણીમાં પણ મિક્સ કરી શકો છો

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news