શું તમે પણ ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન? તો આ પાનનો કરો ઉપયોગ, તરત મળશે રાહત
Guava Leaves For Hair Fall Control: ઝડપથી વાળ ખરવાથી દરેક વ્યક્તિ પરેશાન છે. હાથનો સ્પર્શ થતાં જ વાળનો ગુચ્છો નીકળી જાય છે. વાળ ખરતા અટકાવવા જામફળના પાનનો ઉપયોગ કરો. તેનાથી વાળ ખરતા ઓછા થશે.
Trending Photos
ખરાબ પાણી, કેમિકલ પ્રોડક્ટ અને લાઇફસ્ટાઇલમાં ગડબડ થવાને કારણે વાળ ખરવાની સમસ્યા વધી ગઈ છે. મોટા ભાગના લોકો આ સમસ્યાથી પરેશાન છે. બદલાતી સિઝનમાં પણ વાળ ખરવા લાગે છે. ગરમીના સમયમાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. ખરતા વાળ રોકવા માટે લોકો ઘણા પ્રકારના ઘરેલું ઉપાય અજમાવે છે. આજે અમે તમને એક અસરકારક ઉપાય જણાવી રહ્યાં છીએ, જેનાથી વાળ ખરવાના બંધ થઈ જશે. તે માટે વાળમાં જામફળના પાનનું પાણી લગાવો. જામફળના પાનમાં એન્ટીઓત્સીડેન્ટ્સ હોય છે, જે વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે.
જામફળના પાનનું પાણી (Guava Water For Hair Fall)
વાળ ખરવાની સમસ્યાને ઓછી કરવા માટે જામફળના પાનના પાણીનો ઉપયોગ કરો. લગભગ 10-12 જામફળના પાનને સારી રીતે સાફ કરો અને તેને પાણીમાં 20 મિનિટ સુધી ઉકાળો. જામફળના પાનનું પાણી ઠંડુ થવા દો. આ પાણીને એક બોટલમાં ભરી લો. શેમ્પૂ કર્યા પછી જામફળના પાનના પાણીથી વાળ ધોઈ લો. તમે તેને કન્ડિશનરની જેમ થોડા સમય માટે રાખી શકો છો. અઠવાડિયામાં 2-3 વાર જામફળના પાનના પાણીથી વાળ ધોવાથી વાળ ખરતા ઓછા થશે.
જામફળના પાનથી બનાવો તેલ (Guava Leaves Oil For Fall)
વાળને સ્વસ્થ, મજબૂત અને લાંબા બનાવવા માટે તેલ જરૂર લગાવો. જામફળના પાનનું તેલ લગાવવાથી વાળ ખરવાનું ઓછું થઈ જાય છે. જામફળના પાનનું તેલ તમે ઘરે બનાવી શકો છો. તે માટે જામફળના પાનને સૂકવી લો અને પછી તેને નાળિયેરના તેલમાં ઉકાળો. પાનનો રંગ બદલાય ત્યાં સુધી તેને પકાવો. તેલ ઠંડુ થવા પર બોટલમાં ભરી લો. આ તેલને સ્નાન કરતા પહેલા વાળમાં લગાવો. સપ્તાહમાં 1-2 કલાક સુધી બેથી ત્રણ વખત આ રીતે તેલ લગાવવાથી ખરતા વાળની સમસ્યા ઓછી થઈ જશે.
ડિસ્ક્લેમર
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે