)
Morning Skin Care Tips: વરસાદી વાતાવરણમાં સ્કિન ડલ અને બેજાન થઈ જાય છે. આ ઋતુમાં સ્કિન પર વધારે ઓઈલ આવે છે. તેના કારણે ખીલ અને એક્નેની સમસ્યા થઈ જાય છે. ઓઈલના કારણે ચહેરાના પોર્સ બંધ થઈ જાય છે અને એકને અને ખીલ વધી જાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે બરફનો ઉપયોગ કરી શકો છો. સવારના સમયે સ્કિન કેર દરમિયાન બરફનો ઉપયોગ કરવાથી સ્કિન સુંદર અને બેદાગ બને છે. તો ચાલો તમને જણાવીએ સ્કિન પર બરફનો ઉપયોગ કેવી રીતે કરવો.
આઈસ ડિપ થેરાપી
જાપાન અને કોરિયાઈ મહિલાઓ ત્વચાની સંભાળ માટે આઈસ ડિપ થેરાપીનો ઉપયોગ કરે છે. બોલીવુડની અભિનેત્રીઓ પણ આ રીતે સ્કિન કેર કરે છે. આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ સહિતની અભિનેત્રી આ રીતે સ્કિન કરતી જોવા મળે છે. ત્વચાની સુંદરતા વધે તે માટે આઈસ ડિપ થેરાપી લેવાની હોય છે. આ થેરાપી સસ્તી અને સરળ છે. તો ચાલો જાણીએ આ થેરાપી લેવાની રીત અને તેનાથી થતા ફાયદા.
આઈસ ડિપ થેરાપીના ફાયદા
આઈસ ડિપ થેરાપી લેવાથી સ્કિન પર ઓઈલ ઓછું દેખાય છે જેના કારણે પોર્સ સંબંધિત સમસ્યા ઓછી થાય છે. આઈસ ડિપ થેરાપી લેવાથી સ્કિન ગ્લો કરે છે. તો ચાલો જાણીએ આ થેરાપી કેવી રીતે લેવાની હોય છે.
આઈસ ડિપ થેરાપી લેવાથી ચહેરા અને આંખની આસપાસ દેખાતો સોજો ઓછો થાય છે. જે લોકોને પફી આઈસની સમસ્યા હોય તેમણે આઈસ ડિપ થેરાપી લેવી જોઈએ.
આઈસ ડિપ થેરાપી લેવાથી ચહેરા પર ઈંસ્ટંટ ગ્લો આવે છે. આઈસ વોટર ચહેરા પર બ્લડ સર્કુલેશન વધારે છે. જેના કારણે ચહેરા પર ચમક આવે છે અને ખીલ તેમજ એક્નેની સમસ્યા ઓછી થાય છે.
આઈસ ડિપ થેરાપી લેવાની સાચી રીત
આઈસ ડિપ થેરાપી લેવા માટે સૌથી પહેલા એક મોટા અને ઊંડા વાસણમાં આઈસ ક્યુબ લેવા. પછી તેમાં પાણી ભરવું. પાણી એટલું ભરવું કે ચહેરો તેમાં ડુબાડી શકાય. થોડી સેકન્ડ માટે પાણીમાં ચહેરો ડુબાડી રાખો અને પછી ચહેરો બહાર કાઢી લેવો. આ રીતે ચહેરાના 5 થી 6 વખત પાણીમાં ડુબાડવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)