ગુજરાતી ન્યૂઝLifeStyleInternational Yoga Day 2025: શરીરના 7 ચક્રોને એક્ટિવેટ કરે છે યોગ, જાણો કોના માટે કયું યોગાસન કરવું જોઈએ

International Yoga Day 2025: શરીરના 7 ચક્રોને એક્ટિવેટ કરે છે યોગ, જાણો કોના માટે કયું યોગાસન કરવું જોઈએ

21 જૂન એ વિશ્વભરમાં યોગ દિવસ  તરીકે ઉજવાય છે. યોગ કરવાથી વ્યક્તિમાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે. આ સાથે તમારા શરીરના સાત ચક્રોને પણ પ્રભાવિત કરે છે. આ સાત ચક્રો વિશે સમજો અને યોગ દ્વારા કઈ રીતે એક્ટિવેટ થઈ શકે તે જાણો. 

International Yoga Day 2025: શરીરના 7 ચક્રોને એક્ટિવેટ કરે છે યોગ, જાણો કોના માટે કયું યોગાસન કરવું જોઈએ

International Yoga Day 2025: આજે વૈશ્વિક યોગ દિવસ છે. યોગ એ વૈદિક કાળથી આપણા જીવનનો એક અભિન્ન અંગ રહ્યું છે. યોગનો મહિમા એવો છે કે તે માત્ર  તમારા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ સારું બનાવે છે. ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં હવે યોગનું મહત્વ વધી રહ્યું છે. આવામાં દર વર્ષે 21 જૂન એ દુનિયાભરના લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવે છે. યોગ કરવાથી વ્યક્તિમાં એક નવી શક્તિનો સંચાર થાય છે. જે તમારા દરેક બોડી પાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે. આ સાથે જ તમારા શરીરના સાત ચક્રોને પણ પ્રભાવિત કરે છે. 

શરીરના આ સાત ચક્રો એ એનર્જીનું સેન્ટર છે અને તે માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ તમારા શરીર, મન, ભાવનાઓને ઠીક રાખવા માટેની ચાવી પણ છે. શરીરના આ સાત ચક્રો વિશે જાણીએ અને અલગ અલગ યોગ આસન દ્વારા એક્ટિવેટ કેવી રીતે કરી શકાય તે પણ જાણો. 

Add Zee News as a Preferred Source

શું હોય છે આ સાત ચક્રો
શરીરમાં રહેલા આ એનર્જી ચક્રોની વાત કરીએ તો તેનો અર્થ એક પ્રકારના ખાસ પોઈન્ટ હોય છે. આ ખાસ પોઈન્ટ પર તમારા શરીરની એનર્જી જમા થતી હોય છે. દરેક ચક્ર શરીરના ખાસ ભાગમાં હોય છે અને તેનાથી જ તે ભાગને એનર્જી મળે છે. જો તમારું મન શાંત, ખુશ અને સ્ટ્રેસ ફ્રી હોય તો તમારા ચક્રો યોગ્ય રીતે કામ કરે છે અને શરીર ઉર્જાવાન રહે છે. 

કયા કયા છે આ સાત ચક્રો

1. મૂળાધાર ચક્ર(Root Chakra)
લાલ રંગનું મૂળાધાર ચક્ર શરીરમાં કરોડના મણકાની બિલકુલ નીચે હોય છે. આ ચક્ર જ્યારે બેલેન્સ રહે છે તો તમારા જીવનમાં સ્થિરતા મહેસૂસ થાય છે. 

એક્ટિવ કરવા આસન (વોરિયર પોઝ)
આ ચક્રને એક્ટિવેટ કરવા માટે એવું કોઈ પણ આસન કરી શકાય જે કમરની નીચેના ભાગના મસલ્સને એક્ટિવ કરે. મૂળાધાર ચક્રને ખોલવા માટે વોરિયર પોઝ, ટ્રી પોઝ, ઉત્થિવ પાર્શ્વ અંગુષ્ઠાસન જેવા આસન કરવા જોઈએ. 

2. સેક્રલ ચક્ર (Sacral Chakra)
બીજુ ચક્ર સેક્રલ ચક્ર છે. જે મૂળાધાર ચક્રની ઉપર અને મણિપુર ચક્રની નીચે હોય છે. સરળ ભાષામાં કહીએ તો તે તમારા શરીરમાં પેટના નીચલા ભાગમાં હોય છે. નારંગી રંગના આ ચક્ર જોડે તમારા શરીરનું જળ તત્વ જોડાયેલું છે. 

એક્ટિવ કરવા આસન (ચેર પોઝ)
આ ચક્ર એક્ટિવ કરવા માટે એવું કોઈ પણ આસન કરવું જોઈએ જે એનસ અને નાભિના વચ્ચેના ભાવને અસર કરે. તેને ખોલવા માટે ચેર પોઝ, પાદહસ્તાસન અને પાદંગુષ્ઠાસન કરવા જોઈએ. 

3. મણિપુર ચક્ર (Solar Plexus Chakra)
પીળા રંગનું આ મણિપુર ચક્ર તમારી નાભિ પાસે હોય છે. તે તમારા જીવનમાં આત્મવિશ્વાસ આપે છે. જેની મદદથી તમે આત્મવિશ્વાસથી દરેક પરિસ્થિતિને કાબૂમાં લઈ શકો છો. 

એક્ટિવ કરવા આસન (સાઈડ પ્લૈંક)
મણિપુર ચક્ર એક્ટિવ કરવા માટે તમામ કોર સ્ટ્રેન્થનિંગ પોઝ ખુબ સારા હોય છે જેમ કે બોટ પોઝ, ક્રેન પોઝ, શલભાસન, પૂર્વોઈત્તાનાસન, પશ્ચિમોત્તાનાસન તોલાંગુલાસન, પલૈંક, સાઈડ પ્લૈંક અને મયૂરાસન

4. અનાહત ચક્ર (Heart Chakra)
અનાહlત ચક્ર હ્રદયની બરાબર ઉપર છાતીમાં રહેલું છે. તે શરીરમાં રહેલા નીચેના ચક્રો અને ઉપરના ચક્રોની વચ્ચે એક પૂલ તરીકે કામ કરે છે. આ ચક્રનો રંગ લીલો કે ગુલાબી હોય છે અને આ ચક્ર બીજાને સમજવા અને તેમને પ્રેમ આપવાની આપણી ક્ષમતાને પ્રભાવિત કરે છે. 

એક્ટિવ કરવા આસન (ઊંટ આસન)
એવા જેટલા પણ યોગ આસન જેમાં પીઠ ઝૂકાવવામાં આવે તે અનાહત ચક્રને ખોલવા માટે સારા હોય છે. જેમાં કોબ્રા આસન, ઉષ્ટ્રાસન કે ઊંટ આસન, ધનુષ આસન, ચક્રાસન કે ચક્ર સાસન સામેલ છે. 

5. વિશુદ્ધ ચક્ર  (Throat Chakra)
આ ચક્ર ગળાના ભાવમાં હોય છે. વાદળી રંગનું આ ચક્ર તમારી વાતને સ્પષ્ટ અને સારી રીતે કહેવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. જે લોકોનું આ ચક્ર બંધ હોય તેમને પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે યોગ્ય સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવાનું મુશ્કેલ લાગે છે. 

એક્ટિવ કરવા આસન (હલાસન)
ગળાને ખેંચવાના તમામ આસન આ ચક્ર ખોલવા માટે સારા સાબિત થઈ શકે છે. આ આસનોમાં હલાસન, સર્વાંગાસન અને મત્સ્યાસન સામેલ છે. 

6. આજ્ઞા ચક્ર (Third Eye Chakra)
આ ચક્ર માથામાં આંકો વચ્ચે હોય છે અને તેને બ્રો ચક્ર પણ કહે છે. ઈન્ડિગો કલરના આ ચક્રને આત્માની આંખ તરીકે જોઈ શકાય છે. આ ચક્ર તમારી ઈન્ટ્યુશન સાથે જોડાયેલું છે. જેને છઠ્ઠી ઈન્દ્રીય પણ કહે છે. જે આ  ચક્રની ખાસ તાકાત છે. 

એક્ટિવ કરવા આસન (ઉલ્ટા વૃક્ષાસન)
એવું કોઈ પણ આસન જે ત્રીજી આંખ ખોલનારા ભાગને એક્ટિવેટ કરે તે આજ્ઞા ચક્ર માટે સારા છે. તમામ ઉલ્ટા આસન ચક્ર ખોલવા માટે ઉત્તમ હોય છે. જેમ કે માથાના દમ પર ઊભા રહેવું કે હાથ પર બેલેન્સ જાળવવું. 

7. સહસ્ત્રાર ચક્ર (Crown Chakra)
સહસ્ત્રાર ચક્ર કે ક્રાઉન ચક્ર એ સૌથી ઉપરનું ચક્ર અને માથા ઉપર હોય છે. પર્પલ કે વ્હાઈટ કલરનું આ ચક્ર આધ્યાત્મિક રીતે સંપૂર્ણ રીતે જોડાયેલા રહેવાની આપણી ક્ષમતાને પ્રભાવિત કરે છે. 

એક્ટિવ કરવા આસન (મેડિટેશન)
કોઈ પણ આસન જે માથાના ઉપરના ભાગને પોષણ આપે તે આ ચક્રને ખોલવા માટે સારા છે. ઉલ્ટા આસનની સાથે સાથે તમામ પ્રકારના મેડિટેશન પ્રેક્ટિસિસ સહસ્ત્રાર ચક્રને ખોલવા માટે મદદ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news