Centipede: ઘરમાં અચાનક કાનખજૂરો દેખાઈ જાય તો શું મળે છે સંકેત? રાહુ સાથે છે સીધો સંબંધ

ઘરમાં જો ક્યાંય પણ કાનખજૂરો દેખાઈ જાય તો પહેલું રિએક્શન તો એ જ હોય કે ગભરાઈને તેને કાઢવા કે મારવા દોડીએ. પરંતુ એમ કરવું નહીં. જાણો કેમ.

Centipede: ઘરમાં અચાનક કાનખજૂરો દેખાઈ જાય તો શું મળે છે સંકેત? રાહુ સાથે છે સીધો સંબંધ

ચોમાસાના સમયમાં ઘરોમાં અવારનવાર કાનખજૂરા જોવા મળતા હોય છે. પરંતુ અનેકવાર તે ચોમાસા વગર બીજી કોઈ ઋતુમાં પણ ઘરમાં જોવા મળે છે. કાનખજૂરાનો સંબંધ રાહુ ગ્રહ સાથે મનાય છે. આથી ઘરમાં કાનખજૂરો નીકળતો દેખાય તો કોઈ ખાસ સંકેત પણ મળી શકે છે. પરંતુ એ ધ્યાન આપવું કે કાનખજૂરાને ક્યારેય મારવો નહીં. તેનાથી કુંડળીમાં રાહુ નબળો થઈને અશુભ ફળ આપવા લાગે છે. હવે જાણો કે કાનખજૂરો નીકળે તો શુભ કે અશુભ.

ઘરમાં કાનખજૂરો નીકળવાનો અર્થ

- જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કાનખજૂરો નીકળતો દેખાય તો  એક શુભ સંકેત મનાય છે. તે સૌભાગ્યની દસ્તક આપવા અને કોઈ શુભ સમાચાર મળવાના સંકેત આપે છે. બની શકે કે પ્રગતિની નવી તકો મળે. 

- જો ઘરમાં અચાનક કાનખજૂરો દેખાય તો એ દર્શાવે છે કે તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળી શકે છે. જે પ્રગતિ થવાના સંકેત હોઈ શકે છે. 

- કાનખજૂરો પૂજા ઘરમાં જોવા મળે તો ખુબ શુભ હોય છે. તેનો અર્થ એ થાય છે કે તમને જલદી કોઈ સારા સમાચાર મળવાના છે. 

- સપનામાં કાનખજૂરો દેખાય તો પણ સુભ હોય છે. આવું સપનું દર્શાવે છે કે તમને કોઈ પરેશાની કે સંકટથી મુક્તિ મળી શકે છે. 

- અવારનવર જો કે ઘરમાં કાનખજૂરા નીકળતા દેખાય તો તે વાસ્તુ દોષનો સંકેત પણ હોઈ શકે છે. 

- કિચન અને બાથરૂમમાં કાનખજૂરો દેખાય તો તે સારો સંકેત નથી હોતો. તે એ પણ સંકેત આપે છે કે ઘરમાં સાફ સફાઈની કમી છે. આથી બાથરૂમ અને રસોડું સારી રીતે સાફ કરતા રહેવું જોઈએ. 

- સીડીઓ પર કાનખજૂરો જોવા મળે તો તે અશુભ સંકેત હોઈ શકે છે. 

- મરેલો કાનખજૂરો જોવા મળે તો કોઈ મોટી સમસ્યા કે સંકટનો સંકેત હોઈ શકે છે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ ફક્ત તમને જાગૃત કરવાના હેતુસર લખવામાં આવ્યો છે. જેના માટે અમે સામાન્ય જાણકારીઓની મદદ લીધી છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news