)
Kankhajura Removal Tips: વરસાદી વાતાવરણમાં ઘરમાં મચ્છર, માખી, જીવજંતુઓ અને કાનખજૂરાનો ઉપદ્રવ વધી જાય છે. જેમાં કાનખજૂરા સૌથી ખરાબ લાગે છે. એક તો તેને જોઈને પણ ચીતરી ચઢી જાય છે અને તેને પકડવા પણ મુશ્કેલ હોય છે. સૌથી વધારે રસોડાની અને બાથરુમની સીંકમાંથી કાનખજૂરા નીકળતા હોય છે. આજે તમને આ સમસ્યાનો કાયમી ઉકેલ જણાવી દઈએ. આ સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માટે શું કરવું ચાલો તમને જણાવીએ.
કાનખજૂરાથી મુક્તિ મેળવવાના ઉપાય
લીમડાનું તેલ
જો તમારા ઘરમાં વારંવાર કાનખજૂરા નીકળતા હોય તો લીમડાના તેલનો ઉપયોગ કરો. આ તેલની તીવ્ર ગંધથી કાનખજૂરા તુરંત ભાગી જાય છે.
મીઠું અને વિનેગર
કાનખજૂરાને ભગાડવા માટે મીઠું અને વિનેગર યુઝ કરી શકો છો. વિનેગર અને મીઠાનું મિશ્રણ તૈયાર કરી જ્યાંથી કાનખજૂરા નીકળતા હોય ત્યાં છાંટી દેવું. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી ઘરના અલગ અલગ ખૂણે પણ છાંટી શકો છો.
તમાલપત્ર
કાનખજૂરાને ઘરમાંથી ભગાડવા માટે તમાલપત્રનો ઉપયોગ પણ કરી શકો છો. ઘરના ખૂણા, બારી, દરવાજા પાસે તમાલપત્ર રાખવાથી કાનખજૂરા ઘરની અંદર આવતા અટકશે.
લસણ
લસણ પણ કાનખજૂરાને દુર કરવામાં મદદ કરશે. લસણનું ફોતરું કાઢી તેને અલગ અલગ ખૂણામાં રાખી દેવાથી કાનખજૂરા ઘરમાં આવતા બંધ થઈ જશે. રાતના સમયે લસણને થોડું વાટી અને સીંકમાં રાખી દેવાથી ત્યાંથી પણ કાનખજૂરો ઘરમાં આવશે નહીં.
કપૂર
કપૂરનો છંટકાવ કરવાથી પણ કાનખજૂરાનું જોખમ દુર થઈ જાય છે. કપૂરના નાના-નાના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ રાખી દેવાથી કાનખજૂરા ઘરમાં આવતા અટકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)