Kidney Cancer: કિડની કેન્સર થતા પહેલા જોવા મળે છે આ 3 લક્ષણ, જાણો કેવી રીતે બચી શકો

Kidney Cancer: કિડનીના કેન્સર સંલગ્ન તમામ જરૂરી બાબતો જાણો. કિડની કેન્સર થવાનું હોય કે થયું હોય તો બોડી ચીસો પાડીને શું સંકેત આપે છે તે જાણો અને તેનાથી બચવાના કેટલાક ઉપાય પણ જાણો. 

Kidney Cancer: કિડની કેન્સર થતા પહેલા જોવા મળે છે આ 3 લક્ષણ, જાણો કેવી રીતે બચી શકો

અત્યારની ભાગદોડવાળી જિંદગીમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાણીપીણીના કારણે કેન્સર જેવી ખતરનાક બીમારીઓ હવે જાણે સામાન્ય થઈ રહી છે. હાલમાં થયેલા કેટલાક અભ્યાસ જોઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં કિડની સંબંધિત સમસ્યાઓ વધતી જોવા મળી છે. શરીરમાં થનારા કેન્સર અનેક પ્રકારના હોય છે. જેમ કે પ્રોસ્ટેટ કેન્સર, બ્લડ કેન્સર, કોલોન કેન્સર, બ્રેસ્ટ કેન્સર, લીવર કેન્સર વગેરે. કિડની પણ એક અત્યંત મહત્વનું અંગ છે. કિડની કેન્સર પણ ખુબ ખતરનાક ગણાય છે. જો કે સમયસર તેના લક્ષણો ઓળખી લઈએ તો તેનાથી બચી શકાય છે. 

સામાન્ય રીતે જોઈએ તો કિડની કેન્સરથી કોઈ પણ પીડાઈ શકે છે. પરંતુ તેમાં પણ ધુમ્રપાન અને દારૂનું સેવન કરનારાઓને તે થવાની શક્યતા વધી જાય છે. કિડની કેન્સર પ્રાથમિક તબક્કામાં જ આપણા શરીરને કેટલાક સંકેત આપે છે. જેને જો સમયસર ઓળખી લઈએ તો તમે આ ગંભીર સમસ્યાથી બચી શકો છો. આજે અમે તમને આ લેખમાં કિડની કેન્સર સંબંધિત 3 લક્ષણો જણાવીશું...

Add Zee News as a Preferred Source

1. પીઠમાં દુખાવો હોય તો સાવધાન
આમ તો શરીરમાં દુખાવો ગમે ત્યાં થઈ શકે છે. જો તે દુખાવો પીઠમાં થાય તો સામાન્ય જ ગણી લેતા હોઈએ છીએ. પરંતુ ભૂલેચૂકે આ  દુખાવાને અવગણતા નહીં. આ લક્ષણ કિડની કેન્સરનું પણ હોઈ શકે છે. 

2. પેશાબમાં લોહી આવવું
કિડની સંબંધિત કોઈ પણ બીમારીનું પહેલું લક્ષણ પેશાબમાં લોહી આવવું છે. પેશાબમાં લોહી આવવાનો અર્થ એ છે કે તમને કિડની કેન્સર હોઈ શકે છે અથવા તો જલદી થવાનું છે. આ સંલગ્ન અનેક મામલાઓમાં પેશાબમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાના કારણે તે સંબંધિત પરેશાની વિશે પરીક્ષણ કરાવ્યા બાદ જ ખબર પડતી હોય છે. આવામાં જો તમને પેશાબમાં લોહી આવવાની સમસ્યા લાગે તો તરત તમારા ડોક્ટરની સલાહ લો. 

3.શરીરમાં લોહીની કમી
કિડની તમારા રેડ બ્લડ સેલ્સના ઉત્પાદનને પણ કંટ્રોલ કરે છે. કિડનીમાં કેન્સર થવાથી રેડ બ્લડ સેલ્સનું ઉત્પાદન ઘટી જાય છે. 

કિડની કેન્સરથી બચવાના ઉપાય
જાણકારોનું માનવું છે કે કિડની કેન્સરના જોખમથી બચવા માટે કોઈ નિશ્ચિત સમાધાન તો નથી પરંતુ તેના લક્ષણો પર ધ્યાન રાખવાથી તેનું જોખમ ચોક્કસપણે ઘટી શકે છે. 

1. નિયમિત તપાસ
કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા વ્યક્તિ કે એવા લોકો જે મોટાપા અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોય તેવા લોકોમાં કિડની કેન્સરનું જોખમ વધી જાય છે. આથી તેમણે નિયમિત રીતે પોતાની તપાસ કરાવી જોઈએ. 

2. ધુમ્રપાનથી બચો
તમાકુમાંથી નીકળતો ધુમાડો અનેક એવા રસાયણોથી ભરપૂર હોય છે જે આપણા ફેફસાને નુકસાન પહોંચાડે છે. આ રસાયણો આપણા બ્લડ સર્ક્યુલેશન દરમિયાન ટ્રાન્સફર થાય છે. કિડનીનું કામ લોહી ચોખ્ખુ કરવાનું છે. બસ આ કારણે આ રસાયણો કિડની સુધી પણ પહોંચે છે અને તેની કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. આ  કારણસર કિડનીમાં કેન્સર  થવાનું જોખમ વધે છે.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news