Kitchen Hacks: ગૃહિણીઓ રસોડામાં એક અલગ કાતર રાખે છે. રસોડાના નાના-મોટા કામ કરવામાં આ કાતર ઉપયોગી થતી હોય છે. પરંતુ લાંબા સમયના ઉપયોગ પછી કાતરની ધાર ઓછી થઈ જાય છે. ઘણી વખત કપડા કે અન્ય વસ્તુ કાપવામાં કાતરનો ઉપયોગ કર્યા પછી કાતરની ધાર ઘસાવા લાગે છે. જો કાતરની ધાર ઓછી થઈ જાય તો પછી રસોડામાં તે કામ લાગતી નથી. જો કાતરની ધાર ઓછી થઈ ગઈ હોય તો તેને બદલી દેવાના બદલે તમે ઘરમાં જ કેટલાક સરળ હેક અપનાવીને કાકરને ફરીથી ધારદાર બનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:Long Hair: કમર સુધી લાંબા વાળ ઝડપથી થશે, વાળમાં નિયમિત લગાવો આ 6 માંથી કોઈ 1 તેલ


આજે તમને કેટલાક એવા હેક્સ વિશે જણાવીએ જેની મદદથી જૂની અને ધાર વિનાની કાતરને તમે ફરીથી શાર્પ કરી શકો છો. આ ઉપાયની મદદથી કાતરની ધાર કાઢશો તો કાતર નવી હોય તેવી તેજ થઈ જશે. જોકે કાતરની ધાર તેજ કરતી વખતે થોડી સાવધાની રાખવી જેથી હાથમાં ઇજા ન થાય. 


આ પણ વાંચો: શિયાળામાં થતી આ 4 ભુલથી ચહેરાનો નેચરલ ગ્લો થાય છે ગાયબ, 99 ટકા લોકો રોજ કરે છે આ ભુલ


રસોડાની કાતરને ધારદાર કરવી હોય તો એલ્યુમિનિયમ ફોઇલની મદદ લઈ શકાય છે. એલ્યુમિનિયમ ફોઈલ કાતરની ધારને ઝડપથી શાર્પ કરે છે. તો ચાલો તમને જણાવીએ એલ્યુમિનિયમ ફોઇલની મદદથી કાતરની ધારને શાર્પ કેવી રીતે કરવી ?


1. સૌથી પહેલા એલ્યુમિનિયમ ફોઇલનો એક નાનકડો ટુકડો લેવો. ટુકડાને ચારથી પાંચ વખત ફોલ્ડ કરો જેથી તે થોડું જાડું થઈ જાય. 


આ પણ વાંચો: બાળકોના લંચ બોક્સમાં મુકવું હોય તો સફરજનને આ રીતે કાપવું, કલાકો પછી પણ કાળુ નહીં પડે


2. ત્યાર પછી જે કાતરની ધાર કાઢવાની હોય તેના વડે એલ્યુમિનિયમ ફાઈલના ટુકડાને ધીરે ધીરે કાપો. ફોઈલ પર કાતર ને 10 થી 15 વખત ચલાવો. 


3. ફોઈલ કાપતી વખતે કાતરની બ્લેડ પર જોર પડશે અને તેની ધાર વધવા લાગશે. 


આ પણ વાંચો:Night Routine: 50 વર્ષે પણ દેખાશો 30 જેવા જુવાન, સુતા પહેલા રોજ કરો આ 3 કામ


4. કાતરને ધારદાર રાખવા માટે દર થોડા દિવસે આ ઉપાય અજમાવતા રહેવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.   ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)