Masala Chai: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે

Masala Chai: ચા બનાવવી એક કલા છે. ઘણા લોકો આ કળામાં પારંગત હોય છે. તેમના હાથે મસ્ત ચા બને છે. અને ઘણા લોકોથી સારી ચા બનતી નથી. કારણ કે તેઓ ચા બનાવતી વખતે કેટલીક ભુલ કરે છે. આજે તમને જણાવીએ કઈ રીતે ચા બનાવો તો ચા સૌથી સારી બને છે.

Masala Chai: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે

Masala Chai: મોટાભાગના લોકો એવા હશે જેમના દિવસની શરૂઆત ગરમા ગરમ મસાલેદાર ચાથી થાય છે. જો ચા ન મળે તો દિવસની શરૂઆત સારી થતી નથી. જોકે સવારના સમયે જ નહીં પરંતુ ચાના શોખીનોને દિવસમાં ઘણી વખત ચા પીવાની ઈચ્છા થાય છે. પરંતુ મોટાભાગે લોકો ચા બહાર પીવાનું પસંદ કરે છે. કારણ કે બહારની ચા મસાલેદાર અને ટેસ્ટી હોય છે. 

Add Zee News as a Preferred Source

ઘણા લોકોથી ઘરે પણ એકદમ પરફેક્ટ અને ટેસ્ટી ચા બને છે પરંતુ કેટલાક લોકોને ચા બનાવવાની પરફેક્ટ રીત ખબર નથી હોતી જેના કારણે ચા પણ સારી બનતી નથી. આવું એટલા માટે થાય છે કે તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે ચામાં ખાંડ ક્યારે ઉમેરવી, દૂધ ક્યારે ઉમેરવું અને આદુ જેવા મસાલા ક્યારે ઉમેરવા. જો આ વસ્તુઓ ઉમેરવાનો સાચો ક્રમ ખબર પડી જાય તો ચા એકદમ ટેસ્ટી અને સુગંધી બને છે. આજે તમને ચા બનાવવાની આ સિક્રેટ રેસિપી જણાવી દઈએ. જો આ સ્ટેપ ફોલો કરીને તમે ચા બનાવશો તો તમારા ઘરે વારંવાર લોકો ખાસ ચા પીવા માટે આવશે. એકવાર ચા પીનાર મહેમાન તમારા વખાણ કરશે. 

ચા બનાવવાની પરફેક્ટ રીત

ચા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક કપ પાણી ઉમેરવું. પાણી ઉકળે પછી તેમાં તમારા ટેસ્ટ અનુસારની 2 ચમચી ચા ઉમેરવી. ચાને પાણીમાં થોડી મિનિટ માટે ઉકળવા દો. ચા પત્તી પાણીમાં બરાબર રીતે મિક્સ થઈ જાય પછી તેમાં એક કપ દૂધ ઉમેરવું. આ દૂધ ગરમ હોય તે વાતનું ધ્યાન રાખવું. મોટાભાગના લોકો ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દૂધ જ ચામાં ઉમેરી દેતા હોય છે. તેના કારણે ચાનો ટેસ્ટ જોઈએ એવો આવતો નથી. ચામાં હંમેશા ગરમ દૂધ ઉમેરવું જોઈએ. દૂધ ઉમેર્યા પછી ચાને ધીમા તાપે ઉકાળવી. જ્યારે દૂધ બરાબર ઉકળી જાય પછી તેમાં ખાંડ ઉમેરવી જોઈએ. 

જો તમને ચા માં આદુ કે અન્ય મસાલા ઉમેરવા છે તો સૌથી છેલ્લે એટલે કે ખાંડ ઉમેર્યા પછી ઉમેરો. ચામાં આદુને હંમેશા ખમણીને ઉમેરવું. આદુ સિવાય એલચી, ફુદીનો કે ચાનો મસાલો પણ ખાંડ ઉમેર્યા પછી જ તેમાં ઉમેરવો જોઈએ. 

ચા બનાવતી વખતે ન કરો આ ભૂલ 

ચા બનાવો ત્યારે ચા પત્તીને સૌથી પહેલા પાણીમાં બરાબર ઉકાળી લેવી. બધી જ વસ્તુ એકસાથે મિક્સ કરીને તેને ઉકાળશો તો ચા બરાબર નહીં બને. 

આ સિવાય ફ્રીજમાં રાખેલું ઠંડુ દૂધ ક્યારેય ચામાં ઉમેરવું નહીં. ચા માટે દૂધને ગરમ કરી લેવું અને પછી ચાના પાણીમાં દૂધ ઉમેરવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news