)
Korean Glass Skin Tips: દુનિયાભરમાં કોરિયન સ્કિન કેર રૂટિન ફેમસ છે. કોરિયાના યુવક હોય કે યુવતીઓ તેમની ત્વચા બેદાગ, ગ્લોઈંગ અને કાચ જેવી ચમકતી હોય છે. તેમની સુંદરતાથી આકર્ષિત થઈને લોકો પણ જાણવા માંગે છે કે કોરિયન લોકો પોતાની સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખતા હોય છે ? ખાસ કરીને કોરિયન યુવતીઓ પોતાના ચહેરા પર એવું તે શું લગાડે છે કે તેમની ત્વચા અત્યંત સુંદર દેખાતી હોય છે અને ગ્લો કરે છે ? તો ચાલો આજે તમને કોરિયન યુવતીઓનું બ્યુટી સિક્રેટ જણાવી દઈએ.
ચોખાનું પાણી
કોરિયન મહિલાઓ સ્કીન કેર કરવા માટે ચોખાનું પાણી ઉપયોગમાં લે છે. કોરિયામાં ચોખાના પાણીનો ઉપયોગ સ્કીનને ટોન કરવા, ક્લિયર કરવા અને બ્રાઇટ બનાવવામાં વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. ચોખાનું પાણી ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. તેને તૈયાર કરવામાં કોઈ લાંબી ઝંઝટ પણ કરવી પડતી નથી. જે ચોખાનો ઉપયોગ કરવાનો હોય તેને સારી રીતે પાણીથી ધોઈ લેવા અને પછી સાફ પાણીમાં ચોખાને 30 મિનિટ માટે પલાળી રાખો. 30 મિનિટ પછી ચોખાનું જે પાણી હોય તેનો ઉપયોગ ચહેરા પર ટોનર તરીકે કરો. ચોખાનું પાણી ચહેરા પર લગાડવાથી સ્કીન હાઇડ્રેટ રહે છે અને નેચરલ ગ્લો આવે છે.
મધ અને ગ્રીન ટી
કોરિયન મહિલાઓની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ મધ અને ગ્રીન ટી પણ છે. મધ અને ગ્રીન ટી બંનેમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે સ્કીનને અંદરથી સાફ કરે છે જેના કારણે ચહેરા પર ગ્લો આવે છે. આ માસ્ક બનાવવું પણ સરળ છે તેના માટે એક ટી સ્પૂન ગ્રીન ટીમાં એક ચમચી મધ મિક્સ કરી ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત આ માસ્ક લગાડવાથી ત્વચાને ફાયદો થાય છે.
ફેસ મસાજ
ત્વચાની સુંદરતા વધારવા માટે મસાજ પણ જરૂરી છે. મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને સ્કિન પર ગ્લો આવે છે. કોરિયન મહિલાઓ સ્કિન કેર રૂટિનમાં ફેસ મસાજને અચૂક સામેલ કરે છે. તેનાથી સ્કિનમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ચહેરો રિલેક્સ થાય છે. તેનાથી ચેહરા પર ગ્લો આવે છે. મસાજ કરવા માટે એલોવેરા જેલ અથવા તો કોઈ પણ લાઈટ તેલનો ઉપયોગ કરી શકાય છે. દિવસમાં એક વખત પાંચથી દસ મિનિટ માટે ફેસ પર મસાજ કરી લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)