Lifehacks: બોટલમાં જામેલું નાળિયેર તેલ 5 મિનિટમાં ઓગળી જશે, અજમાવી જુઓ તેલ ઓગાળવાની આ ટ્રિક્સ
How to Melt Coconut oil in Winter: ઠંડીમાં નાળિયેર તેલ બોટલમાં જામી જતું હોય છે. આ તેલને કાઢવાની સૌથી સરળ અને અનોખી ટ્રિક્સ વિશે આજે તમને જણાવીએ. આ ટ્રિક્સની મદદથી તમે 5 મિનિટમાં બોટલમાંથી તેલ કાઢી શકશો.
Trending Photos
)
How to Melt Coconut oil in Winter: ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં નાળિયેર તેલ જામી જવું તે દરેક ઘરની સામાન્ય સમસ્યા બની જાય છે. તેમાં પણ નાળિયેર તેલની બોટલ ઘરમાં રાખી હોય તો તેમાંથી જરૂર પડે ત્યારે તેલ કાઢવું મુશ્કેલ બની જાય છે. કારણ કે નાળિયેર તેલની બોટલમાંથી જામેલું તેલ ફટાફટ કાઢવું શક્ય બનતું નથી. જો તમે તેલને ગરમ કરો તો તેનાથી તેલની બરબાદી પણ થઈ શકે છે. આ મુશ્કેલીનું સરળ સમાધાન શું છે આજે તમને જણાવીએ.
આજે તમને કેટલીક એવી ટ્રિક જણાવીએ જેની મદદથી તમે બસ 5 મિનિટમાં જ નાળિયેર તેલને ઓગાળી બોટલમાંથી બહાર કાઢી શકો છો.
નાળિયેર તેલને ઓગાળીને બોટલમાંથી ફટાફટ બહાર કાઢવું હોય તો ગરમ પાણીનો ઉપયોગ કરવો. તેના માટે નાળિયેર તેલની બોટલ હોય તેના કરતાં મોટું વાસણ લેવું અને તેમાં ગરમ પાણી ભરવું. પાણી એટલું ગરમ પણ ન રાખવું કે તેનાથી બોટલ તૂટી કે ફાટી જાય. હાથથી સ્પર્શ કરી શકાય એટલું જ ગરમ પાણી તપેલી કે વાસણમાં ભરવું. આ વાસણમાં તેલની બોટલ રાખી દેવી. એક થી બે મિનિટની અંદર જ નાળિયેર તેલ ઓગળવા લાગશે અને પછી તમે વાક્યમાં તે તેલ સરળતાથી કાઢી શકશો.
નાળિયેર તેલ શરીરની ગરમીથી પણ ઓગળવા લાગે છે જો તમે કોઈ એવી જગ્યાએ હોય જે ગરમ પાણી કરવું શક્ય ન હોય તો નાળિયેર તેલની બોટલને થોડી મિનિટ માટે બંને હથેળીમાં પકડીને રાખો. હાથની ગરમીથી પણ નાળિયેર તેલ ધીરે ધીરે ઓગળવા લાગશે અને તમે તેલ બહાર કાઢી શકશો. જોકે આ પ્રોસેસમાં સમય લાગી શકે છે.
જો તમારે ઝડપથી નાળિયેર તેલ કાઢવું હોય અને તમારી પાસે હેર ડ્રાયર હોય તો તેનાથી પણ તમારું કામ થઈ શકે છે. નાળિયેર તેલની બોટલને ટેબલ પર રાખો અને હેર ડ્રાયર તેનાથી 6 ઇંચ દૂર રાખી બોટલની ચારે તરફ ફેરવો. હેર ડ્રાયરની ગરમ હવાથી પણ તેલ ફટાફટ ઓગળવા લાગે છે. પરંતુ ધ્યાન રાખવું કે જો બોટલ પ્લાસ્ટિકની હોય તો હેર ડ્રાયર તેની નજીક રાખી ચલાવવું નહીં અને એક જગ્યાએ ચલાવવું નહીં હેર ડ્રાયરને બોટલની ચારે તરફ ફેરવતા રહો અને તેલને ઓગાળતા રહો.
નાળિયેર તેલને ઝંઝટ વિના ઓગાળવું હોય તો તમે ગરમ ટુવાલ કે નેપકીનની મદદ પણ લઈ શકો છો. ગરમ પાણીમાં નેપકીન કે ટુવાલ પલાળી દો અને પછી તેમાંથી વધારાનું પાણી કાઢી નાખો. હવે ગરમ પાણીથી ભીના કરેલા નેપકીન અને ટુવાલની વચ્ચે નાળિયેર તેલની બોટલને ટાઇટ બંધ કરીને થોડીવાર માટે રાખી દો. બોટલને ટુવાલમાં બાંધો ત્યારે તેનું ઢાંકણ ટાઇટ બંધ છે કે નહીં તે ખાસ ચેક કરવું નહીં તો તેલ ઓગળી ટુવાલમાં નીકળવા લાગશે. ગરમ ટુવાલમાં બોટલને પાંચ મિનિટ રાખશો એટલે તેલ ઓગળી જશે અને પછી તમે સરળતાથી તેલ કાઢી શકશો.
જો તમારે વારંવાર તેલ ઓગાળવાની ઝંઝટમાં ન પડવું હોય તો એક વખત નાળિયેર તેલની બોટલમાંથી તેલ ઓગાળી અને કોઈ એવી બોટલમાં ભરી લો જેનું ઢાંકણ પહોળું હોય અને તમે તેમાંથી તેલ સરળતાથી કાઢી શકો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














