દીપાલી પોરવાલ, નવી દિલ્લીઃ મલાઈકા અરોડા (Malaika Arora) એ પોતાના ઈંસ્ટાગ્રામ (Instagram) અકાઉંટ પર એક વીડિયો (Yoga Video) શેયર કર્યો છે. જેમાં ત્રણ અલગ અલગ પ્રકારના યોગાસન અંગે જાણકારી આપવામાં આવી છે. આ મલાઈકાએ દાવો કર્યો છેકે, તમે ઘરે બેઠાં આ પ્રકારના યોગાસનની મદદથી ફ્રેશ ઓક્સિજન મેળવી શકો છો. કોરોના કાળમાં સ્વસ્થ રહેવા માટે ઘરે બેઠાં બેઠાં પણ યોગા જરૂર કરવા જોઈએ એવું પણ તેણે સુચન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલાઈકા અરોડા (Malaika Arora) પોતાની ફિટનેસ (Fitness), ફેશન સેંસ (Fashion Sense) અને ગ્લોઈંગ સ્કિન (Glowing Skin) માટે ખુબ જ જાણીતી છે. કોરોના કાળમાં વાયરસના સંક્રમણને કારણે લોકોને જ્યારે શ્વાંસ લેવામાં ખુબ તકલીફ પડી રહી છે ત્યારે મલાઈકા અરોડાએ યોગાસનનો વીડિયો શેયર કર્યો છે, જેમાં દાવો કરાયો છેકે, આનાથી ઓક્સીજન લેવલમાં આસાનીથી વધારો થઈ જશે.


ગ્લોઈંગ સ્કિન માટે કરો આ આસનઃ
મલાઈકા અરોડાએ ત્રણ અલગ અલગ આસન સુચવ્યાં છે. મલાઈકાએ આ આસન રેડિઅંટ સ્કિન (Radiant Skin) એટલેકે, ત્વચાનો નેચરલ ગ્લો (Natural Glow On Face) વધારવા માટે બનાવ્યાં છે. આ આસનને કરવાથી લોહીની પણ શુદ્ધી થાય છે. 


 



સર્વાંગાસનથી ઠીક થશે બ્લડ ફ્લોઃ
સર્વાંગાસન (Sarvangasana Benefits) વિશે જાણકારી આપતી વખતે મલાઈકા અરોડા વીડિયોના માધ્યમથી જણાવે છેકે, આ શોલ્ડર સ્ટૈંડ પોઝ (Shoulder Stand Pose) છે, જે તમારા શરીરમાં રક્તનો સંચાર है, (Blood Flow) નિયંત્રિત રાખે છે. આ પોઝિશનથી ચહેરા પાસે બ્લડ ફ્લો ઠીક કરવામાં મદદ મળે છે. તેમજ તેનાથી ખભા અને પીઠ મજબૂત થાય છે.


હલાસનથી દૂર થશે સ્ટ્રેસઃ
હલાસન (Halasana Benefits) કરવાથી સ્ટ્રેસ ઓછો થશે. અને સાથે જ આ આસનથી મન પણ શાંત રહેશે. એટલું જ નહીં આ પ્રકારના આસનના કારણે તમારું પાચન તંત્ર (Yoga For Digestion) પણ પહેલાં કરતા વધારે સારી રીતે કામ કરશે. ત્વચા માટે પણ આ આસન ખુબ જ લાભદાયક છે.


ત્રિકોણાસનથી મળશે ફ્રેશ ઓક્સીજનઃ
કોરોના કાળમાં જે કોઈપણ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થાય છે તેમાંથી મોટાભાગના લોકોને શ્વાંસ સંબંધિત સમસ્યા ઉભી થાય છે. ત્યારે ત્રિકોણાસન (Trikonasana Benefits) અંગે મલાઈકા અરોડા જણાવે છેકે, આ આસન તમારી ચેસ્ટ અને શોલ્ડરને ખોલવાનું કામ કરે છે. આ આસન કરવાથી તમારી છાતી ખુલે છે અને તેમાં ફ્રેશ ઓક્સીજનનો સંચાર થાય છે.આ ઉપરાંત આ આસનથી હાથ, પગના જોઈન્ટ્સમાં થતાં દુઃખાથી રાહત મળે છે.


(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી સુચના સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. લક્ષણો જણાય તો તુરંત તબીબની સલાહ લેવી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube