)
Best Way to Start Your Day: સામાન્ય રીતે સવારે ઉઠ્યા બાદ આપણે જલ્દી-જલ્દી બધા કામ પૂરા કરી સ્કૂલ કે ઓફિસ જવા માટે નીકળી જતાં હોઈએ છીએ. મોટા ભાગના ઘરમાં સવારના સમયમાં લોકો ઉતાવળમાં જોવા મળે છે. દિવસની શરૂઆત ઉતાવળથી કરવાને લીધે તેની અસર પણ દિવસ દરમિયાન પડે છે. તમારા સમયથી માત્ર 30 મિનિટ વહેલા ઉઠવાથી તમે સારૂ મોર્નિંગ રૂટિન ફોલો કરી શકો છો, જેનાથી તમારૂ આખો દિવસ પોઝિટિ, એનર્જેટિક અને પ્રોડક્ટિવ પસાર થશે. તેવામાં આ સમાચારમાં અમે તમને તે આદતો વિશે જણાવીશું, જેને સવારે ઉઠવાની સાથે ફોલો કરવી જોઈએ.
પોઝિટિવ થિન્કિંગ સાથે કરો શરૂઆત
એક સારા દિવસ માટે પોઝિટિવ વિચાર સાથે દિવસની શરૂઆત કરવી જરૂરી છે. સવારે ઉઠી આજના દિવસ માટે ભગવાનનો આભાર માનો. સાથે ખુદને કહો કે આજનો દિવસ સારો હશે અને તમે તમારા કામ સારી રીતે કરી શકશો. આમ કરવાથી તમારો દિવસ સારો થાય છે અને તમને આત્મવિશ્વાસ રહે છે.
ઉંડા શ્વાસ લો અને ધ્યાન કરો
સવારે બેડ છોડતા પહેલા થોડી મિનિટો માટે ઉંડા શ્વાસ લો અને ધ્યાન કરો. આમ કરવાથી તમને સારો અનુભવ થશે, મગજ શાંત થશે અને તમે સ્ટ્રેસ ફ્રી અનુભવ કરશો. તેનાથી દિવસમાં આવતા પડકારો અને ચિંતા માટે તમે તૈયાર થઈ જશો.
એક ગ્લાસ પાણી પીવો
રાત્રે સૂવાને કારણે સવારે આપણું શરીર ડીહાઇડ્રેટ થઈ જાય છે. તેવામાં સવારે ઉઠી એક ગ્લાસ પાણી પીવો. તેનાથી તમને એનર્જી મળે છે, પાચનતંત્ર સારૂ થાય છે અને શરીરમાંથી ગંદકી બહાર કાઢવામાં મદદ મળે છે.
શરીરને સ્ટ્રેચ કરો
સવારે ઉઠ્યા બાદ શરીરમાં આળસ અને થાકનો અનુભવ થાય છે. તેથી સવારે ઉઠી સ્ટ્રેચ કરવું જરૂરી છે. આમ કરવાથી તમારો થાક અને આળસ દૂર થઈ જશે. મસલ્સ રિલેક્સ થશે, સ્ટ્રેસ દૂર થશે. સાથે તમારા શરીરમાં ફ્લેક્સિબિલિટી વધશે. તમે યોગાસન કે કસરત પણ કરી શકો છો.
ડિસ્ક્લેમર
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.