)
Mulethi Uses and Benefits: શિયાળામાં ઠંડી હવાના કારણે સ્કિનમાં મોઈશ્ચર ઓછું થઈ જાય છે. જેના કારણે સ્કિન ડલ અને બેજાન દેખાય છે. ઘણા લોકોને સ્કિન પર એકને અને ખીલના ડાઘ વધારે દેખાય છે. સ્કિનની આવી સમસ્યાઓને દુર કરવા માટે લોકો અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ ઘણીવાર સમસ્યા ઘટવાને બદલે વધી જાય છે. જો તમે પણ સ્કિન પરના ડાઘ અને ડ્રાઈનેસની સમસ્યાથી પરેશાન છો તો તમે ચહેરા પર મુલેઠીનો ઉપયોગ કરી શકો છો. આજે તમને જણાવીએ સ્કિન માટે મુલેઠીનો ઉપયોગ કેવી રીતે કરવો.
ચહેરા પર ખીલ થવાના કારણ અલગ અલગ હોય છે. સ્ટ્રેસ, એન્ઝાઈટીના કારણે પણ ચહેરા પર ખીલની સમસ્યા થાય છે. હોર્મોન અસંતુલનના કારણે પણ ચહેરા પર ખીલ અને એકનેની સમસ્યા થાય છે. આ સમસ્યાઓને દુર કરવાનું કામ મુલેઠી કરી શકે છે. મુલેઠી ચહેરાના ડાઘ ઓછા કરી સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. મુલેઠી સ્ટ્રેસ અને હોર્મોન બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. મુલેઠીથી થતા લાભ મેળવવા માટે તેનું સેવન કરવાનું છે. આ રીતે મુલેઠીનો ઉપયોગ કરશો તો સ્કિન અંદરથી ક્લીન થશે અને સ્કિનની ઉપર તેની અસર દેખાશે જે કાયમી હશે.
મુલેઠીનું સેવન કરવું સરળ છે. એક કપ પાણીમાં અડધી ચમચી મુલેઠી પાવડર મિક્સ કરો. તેમાં 4 પાન તુલસીના ઉમેરો અને પછી પાણીને ઉકાળો. પાણી ઉકળી જાય એટલે તેને ગાળી લો. પાણી ઠંડુ થાય પછી તેમાં મધ અને લીંબુ ઉમેરી પી લેવું. સવારે ખાલી પેટ આ ડ્રિંક પીશો તો તમને થોડા જ દિવસોમાં ફરક દેખાવા લાગશે.
જો તમે લાંબા સમયથી પિંપલ અને એકનેની સમસ્યાથી પરેશાન છો તો આ ઘરેલુ ઉપાય તમને મદદરુપ થશે. જો આ ઉપાય કર્યા પછી પણ સ્કિનમાં સુધારો ન દેખાય તો નિષ્ણાંતની સલાહ લઈ જરૂરી સારવાર કે દવા કરાવી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)