Skin Care Tips: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાડજો ચહેરા પર, મેલ નીકળી જશે અને સ્કિન દેખાશે રુપાળી

Skin Care Tips: તમે ઘરની વસ્તુઓથી ઉનાળા માટે બેસ્ટ ફેસપેક તૈયાર કરી શકો છો. આ ફેસપેકને અપ્લાય કરવાથી ચહેરા પરની ડેડ સ્કિન અને મેલ દુર થાય છે અને સાથે જ ચહેરાની ત્વચા પર તુરંત ગ્લો દેખાવા લાગે છે.
 

Skin Care Tips: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાડજો ચહેરા પર, મેલ નીકળી જશે અને સ્કિન દેખાશે રુપાળી

Skin Care Tips: વધતી ઉંમરે પણ સ્કીન સુંદર અને ટાઈટ રહે તે માટે અલગ અલગ પ્રકારના બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય યુવતીઓ પાર્લરમાં જઈને રેગ્યુલર ફેશિયલ, ક્લીન અપ, મસાજ, બ્લીચ જેવી ટ્રીટમેન્ટ પણ કરાવતી હોય છે. જેથી ચહેરાની ત્વચા ઢીલી ન પડે અને ચમક યથાવત રહે. જોકે ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે આ બધી વસ્તુઓ કરવાને બદલે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આ વસ્તુઓ એવી છે જેની કોઈપણ પ્રકારની આડ અસર થતી નથી અને તે ત્વચા પર સુંદરતા વધારે છે. 

મુલતાની માટીનો ફેસપેક 

આ ફેસપેક બનાવવા માટે એક સાફ વાટકીમાં બે ચમચી મુલતાની માટી લેવી, તેમાં એક ચમચી બટેટાનો રસ, અડધી ચમચી હળદર, એક ચમચી દહીં અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. 

તૈયાર કરેલી પેસ્ટ ને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો. પેસ્ટ આંખ અને હોઠની આસપાસ ન લગાડો. પેસ્ટ લગાડ્યા પછી 20 મિનિટ સુધી તેને સુકાવા દો. ત્યાર પછી હાથને ભીના કરીને ચહેરા પર મસાજ કરતાં કરતાં ફેસપેકને સાફ કરો. જ્યારે ફેસપેક સારી રીતે સાફ થઈ જાય તો નોર્મલ પાણીથી સ્કીનને સાફ કરો. 

આ ફેસપેકના ફાયદા 

આ ફેસ પેકને અપ્લાય કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થવા લાગે છે અને ચહેરા પર વધેલી ડેડ સ્કિન પણ દૂર થઈ જાય છે. આ ફેસપેક ત્વચાની રંગત નિખારવામાં મદદ કરે છે. આ ફેસપેકની મદદથી ચહેરાને મોઈશ્ચર પણ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news