વજન ઘટાડવા અને વધારવામાં ફાયદાકારક છે પનીર, જાણો કઈ રીતે સેવન કરવાથી મળશે વધુ બેનિફિટ્સ
પનીરનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો શરીરને ઘણા બેનિફિટ્સ મળી શકે છે. અહીં જાણો પનીર ખાવાના ફાયદા અને કઈ રીતે તેનું સેવન કરશો.
Trending Photos
Health Tips: પનીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેને ડાયાબિટીસ, થાયરોઇડ અને હાર્ટના દર્દી પણ ખાઈ શકે છે. પનીર એક પ્રોટીન યુક્ત ડેરી પ્રોડક્ટ છે, જેનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે. પનીર પોતાના સ્વાદ અને હેલ્થ બેનિફિટ્સને કારણે સૌથી વધુ લોકોને પસંદ છે. પનીરમાં ઓછી માત્રામાં ફેટી એસિડ પણ હોય છે, જે આપણા શરીર દ્વારા સરળતાથી પચી જાય છે. તેવામાં તેનું સેવન કરવાથી શરીરમાં ફેટ જમા થતા નથી. જાણો પનીરના સેવનથી શરીરને કયા-કયા ફાયદા મળે છે.
કઈ રીતે કરશો પનીરનું સેવન
પનીરનું ખાવામાં સામેલ કરવા સમયે તમારે ઘણા શાકભાજીને સામેલ કરવા જોઈએ. આવું એટલા માટે કારણ કે પનીરમાં શાકભાજી મિક્સ કરવાથી તે સરળતાથી પચી જાય છે, આ સિવાય તેમાં પોષકતત્વોની માત્રા વધી જાય છે.
દિવસના કોઈ ભોજનમાં મિક્સ કરો પનીર
તમે દિવસભરમાં કોઈપણ ભોજનમાં પનીર મિક્સ કરી શકો છો. પનીરને તમે લોટ બાંધતી વખતે મિક્સ કરી શકો છો. આ સિવાય તેને પુલાવ, પાસ્તા કે અન્ય કોઈ વસ્તુમાં સામેલ કરી શકો છો. ગ્રીન સલાડમાં પણ પનીર સામેલ કરી તેનું સેવન કરી શકો છો.
ગ્રિલ કરી સેવન કરો
પનીરને તમે તમારી પસંદગીના શાક સાથે ગ્રીલ કરી સેવન કરી શકો છો. જો ગ્રિલ પનીર પસંદ નથી તો શાકભાજી સાથે કેટલાક મસાલામાં પકાવી તેનું સેવન કરો.
વજન વધારવા માટે પનીર
વજન વધારવા માટે પનીરનું સેવન ઘણી રીતે કરી શકાય છે. વજન વધારવા માટે દરરોજ સવારે નાસ્તામાં પનીર સેન્ડવિચનું સેવન કરી શક છો. આ પ્રોટીનથી ભરપૂર નાસ્તો તમારૂ વજન વધારવામાં મદદ કરશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે